News of Sunday, 9th November 2025
દિલ્હીના ડૉક્ટરોનો એશિયામાં સૌપ્રથમ ચમત્કાર: પપ વર્ષીય મૃત મહિલાની નસોમાં ફરી દોડ્યું લોહી
અંગદાન માટે ક્રાંતિકારી પહેલ: દ્વારકાની હોસ્પિટલે 'મૃત્યુ પછીનું રક્ત પરિભ્રમણ' ફરી શરૂ કર્યું: એશિયામાં આ પ્રકારની પહેલી પ્રક્રિય ાછે, જયાં મૃત્યુ પછી રકત પરિભ્રમણ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, મૃતકની અંતિમ ઇચ્છા એવી હતી કેત તેના અંગોનું દાન કરવામાં આવે

નવી દિલ્હી/દ્વારકા: વિજ્ઞાન અને માનવતાના ક્ષેત્રમાં એક અદ્ભુત અને ક્રાંતિકારી સિદ્ધિ હાંસલ થઈ છે. દિલ્હીના દ્વારકાની HCMCT મણિપાલ હોસ્પિટલના ડોક્ટરોએ મોટર ન્યુરોન રોગથી પીડિત ૫૫ વર્ષીય મૃત મહિલા ગીતા ચાવલાના અંગોના દાન માટે એશિયામાં સૌપ્રથમવાર નોર્મોથેમિક રિજનલ પરફ્યુઝન (NRP) નામની જટિલ પ્રક્રિયા દ્વારા તેમની નસોમાં રક્ત પરિભ્રમણ ફરીથી શરૂ કર્યું. ગીતા ચાવલાને ૬ નવેમ્બરના રોજ હૃદય ધબકતું બંધ થયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ગીતા ચાવલાએ મૃત્યુ પહેલા પોતાના અંગોનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ પવિત્ર ઇચ્છાને માન આપીને, તબીબી ટીમે **એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજેનેટર (ECMO)નો ઉપયોગ કરીને તેમના પેટના અંગોમાં સફળતાપૂર્વક રક્ત પરિભ્રમણ પુનઃસ્થાપિત કર્યું. આ પગલું ખાસ કરીને મહત્ત્વનું છે કારણ કે ભારતમાં અંગદાન સામાન્ય રીતે 'બ્રેઇન ડેથ' પછી થાય છે, જ્યારે હૃદય ધબકતું હોય છે. આ કિસ્સો 'રક્તવાહિની મૃત્યુ પછીના દાન (DCD)'નો હતો, જ્યાં હૃદય બંધ થઈ ગયું હતું.
મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિટિકલ કેર મેડિસિનના ચેરમેન ડો. શ્રીકાંત શ્રીનિવાસને જણાવ્યું હતું કે NRPનો ઉપયોગ કરીને, ડોક્ટરો લીવર અને કિડનીને સુરક્ષિત રીતે દૂર કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પૂરતા સમય સુધી જીવંત રાખી શક્યા. મૃત્યુના પાંચ મિનિટ પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેણે સમયની જટિલતાને દૂર કરી.
આ તબીબી ચમત્કાર પછી, ગીતા ચાવલાની કિડની અને લીવર કઢાયા અને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. આ ઉપરાંત, તેમના કોર્નિયા અને ત્વચાનું પણ દાન કરવામાં આવ્યું, જેનાથી ઘણા દર્દીઓને નવું જીવન મળ્યું. દિલ્હીના ડોક્ટરોની આ પહેલ અંગદાનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી સીમાચિહ્નરૂપ છે અને ભારતમાં 'મૃત્યુ પછીના અંગદાન'ને પ્રોત્સાહિત કરવા માટે નવો માર્ગ ખોલે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
