News of Sunday, 9th November 2025
તમિલનાડુમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ લેસ્બિયન પાર્ટનર સાથે મળી ૫ માસના પુત્રની હત્યા કરી: બાળક તેમના સંબંધમાં અડચણરૂપ બનતું હતું: બાળકના જન્મ પછી ભારતી અને સુમિત્રા એકબીજાને પૂરતો સમય આપી શકતા ન હતા !
સ્તનપાનન બહાને ગળું દબાવી હત્યા કરી બાદમાં પરિવારને જણાવ્યું કે બાળકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું છે: જોકે, પત્નીના ચહેરા પર દુઃખ ન દેખાતા પતિ સુરેશને શંકા ગઈ: પત્નીનો ફોન તપાસતા ભારતી અને તેની પાર્ટનર સુમિત્રાના અંગત ફોટા - વીડિયો મળી આવ્યા: આઘાતજનક રીતે, તેમાં મૃત બાળકની તસવીર પણ હતી: પતિએ ફરિયાદ નોંધાવતા પર્દાફાસ થયો

ઘટનાના દિવસે ભારતીએ સ્તનપાન કરાવવાના બહાને બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને પરિવારને જણાવ્યું કે શ્વાસ રૂંધાવાથી બાળકનું મૃત્યુ થયું છે: પરંતુ બાળકના મૃત્યુ બાદ ભારતીના ચહેરા પર દુઃખ ન દેખાતા પતિ સુરેશને શંકા ગઈ: ફોન તપાસતા ભારતી અને સુમિત્રાના અંગત ફોટા, વીડિયો અને મેસેજ મળી આવ્યા: જેમાં મૃત બાળકની તસવીર પણ સુમિત્રાને મોકલવામાં આવી હતી: પોલીસ ફરિયાદ ને પગલે હત્યાનો બનાવ બહાર આવ્યો*
તમિલનાડુના કૃષ્ણગિરીમાં માતાએ પોતાના ૫ મહિનાના માસૂમ પુત્રનું ગળું દબાવી હત્યા કરી. પતિએ પત્ની અને તેની લેસ્બિયન પાર્ટનર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બહાર આવ્યું કે બાળક તેમના સંબંધમાં અડચણરૂપ બનતું હોવાથી આ ગુનો આચરવામાં આવ્યો.
તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાના કેલામંગલમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ૩૮ વર્ષીય શખ્સે તેની પત્ની અને પત્નીની કથિત લેસ્બિયન - મહિલાપાર્ટનર વિરુદ્ધ પોતાના ૫ મહિનાના બાળકની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી માતા ભારતી (ઉંમર ૨૬) અને તેની પાર્ટનર સુમિત્રા (ઉંમર ૨૨) છેલ્લા ૩ વર્ષથી સંબંધમાં હતા.
ભારતીના લગ્ન તેનાથી ૧૨ વર્ષ મોટી ઉંમરના સુરેશ (ઉંમર ૩૮) સાથે થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. પાંચ મહિના પહેલા ભારતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
પતિ સુરેશના જણાવ્યા અનુસાર, બાળકના જન્મ પછી ભારતી અને સુમિત્રા એકબીજાને પૂરતો સમય આપી શકતા ન હતા. બાળક તેમના સંબંધમાં અડચણરૂપ બનતું હતું.
આરોપ છે કે સુમિત્રાએ ભારતીને બાળકને રસ્તામાંથી હટાવવા માટે ઉશ્કેરી હતી.
ઘટનાના દિવસે ભારતીએ સ્તનપાન કરાવવાના બહાને બાળકનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને પરિવારને જણાવ્યું કે શ્વાસ રૂંધાવાથી બાળકનું મૃત્યુ થયું છે. પરંતુ બાળકના મૃત્યુ બાદ ભારતીના ચહેરા પર દુઃખ ન દેખાતા પતિ સુરેશને શંકા ગઈ. તેણે પત્નીનો ફોન તપાસતા તેમાં ભારતી અને સુમિત્રાના અંગત ફોટા, વીડિયો અને મેસેજ મળી આવ્યા હતા. જેમાં મૃત બાળકની તસવીર પણ સુમિત્રાને મોકલવામાં આવી હતી.
સુરેશે તાત્કાલિક કેલામંગલમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. પોલીસે શંકાના આધારે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, જેમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
