News of Sunday, 9th November 2025
કાશ્મીરમાં પાકિસ્તાની આતંકી નેટવર્કનો પર્દાફાશ, ૧૨૦ સ્થળો પર સુરક્ષા દળોના દરોડા
આ નેટવર્ક યુવાનોને ગેરમાર્ગે દોરવા અને સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર ફેલાવવામાં સક્રિય હતું: મોટા પ્રમાણમાં સિમ કાર્ડ, ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા, પાકિસ્તાન સમર્થિત પ્રોપેગેન્ડા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, કાશ્મીર ઘાટીના વિવિધ જિલ્લાઓમાં ૧૨૦ થી વધુ સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આતંકવાદીઓના સંબંધીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કરોના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી.
સૂત્રોએ જણાવ્યું કે આ નેટવર્ક યુવાનોને ગેરમાર્ગે દોરવા અને સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર ફેલાવવામાં સક્રિય હતું. દરોડા દરમિયાન, મોટા પ્રમાણમાં સિમ કાર્ડ, ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ જપ્ત કરાયેલા ડેટા અને કોલ રેકોર્ડિંગની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
