News of Sunday, 9th November 2025
મધ્યપ્રદેશના કટનીમાં ફ્રિજ બ્લાસ્ટ: ૧૪ વર્ષીય કિશોર ગંભીર રીતે ઘાયલ: ૧૦૮ હાડકા ભાગ્યા છતાં સફળ સર્જરીથી જીવ બચ્યો
ડોક્ટરોની ટીમે અઢી કલાક સુધી ચાલેલી જટિલ સર્જરી કરીને કિશોરનો જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના કટની શહેરમાં એક દુઃખદ દુર્ઘટનામાં, ફ્રિજનું કમ્પ્રેસર ફાટવાથી ૧૪ વર્ષીય કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કિશોરના ચહેરા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં ૧૦૮ જેટલા ફ્રેક્ચરનો ઉલ્લેખ છે. કિશોરને તાત્કાલિક ગંભીર હાલતમાં જબલપુરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોની ટીમે અઢી કલાક સુધી ચાલેલી જટિલ સર્જરી કરીને કિશોરનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાને પગલે ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોની જાળવણી અંગે ચિંતા ઉભી થઈ છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
