News of Sunday, 9th November 2025
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ ખુબ જ ખરાબ સ્તરમાં પહોંચ્યું : નહીં લાગુ થાય ગ્રેપ-3
દિલ્હીની હવાની ગુણવત્તા સવારે 10 વાગ્યે પ્રતિ કલાક સરેરાશ AQI 391થી સુધરીને 4 વાગ્યા સુધીમાં 370 થઈ ગઈ

નવી દિલ્હી : રાજધાની દિલ્હી અને NCRની હવાની ગુણવત્તા (AQI) "ખૂબ જ ખરાબ" શ્રેણીના સ્તરમાં રહી છે. દિલ્હીનો દૈનિક સરેરાશ AQI "ખૂબ જ ખરાબ" શ્રેણીની આસપાસ રહ્યો હોવાથી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ની પેટા-સમિતિએ સાંજે 4 વાગ્યે સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકનો હેતુ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાના અમલીકરણની જરૂર છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવાનો હતો, જેમાં બાંધકામ કાર્ય અને અન્ય પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધો શામેલ છે. બેઠકમાં પેટા સમિતિએ ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય ટેકનોલોજી સંસ્થા (IITM)ની આગાહીઓની સમીક્ષા કરી. ડેટા દર્શાવે છે કે દિલ્હીની હવાની ગુણવત્તા સવારે 10 વાગ્યે પ્રતિ કલાક સરેરાશ AQI 391થી સુધરીને 4 વાગ્યા સુધીમાં 370 થઈ ગઈ છે. તે સાંજે 5 વાગ્યે વધુ ઘટીને 365 થઈ ગઈ છે. આ સતત ઘટાડો એક સકારાત્મક સંકેત છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
