<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

મોહન ભાગવતજીનું બેંગલુરુમાં સ્પષ્ટવક્તા નિવેદન: "ભારતમાં કોઈ 'અહિંદુ' નથી; મુસ્લિમો-ઈસાઈઓના પૂર્વજ પણ હિંદુ જ હતા"

સંઘમાં જોડાવા માટે કોઈપણ વ્યક્તિ (મુસ્લિમો કે ઈસાઈઓ સહિત) આવી શકે છે, કારણ કે અંતે તો બધા 'ભારત માતાના પુત્ર' છે: કહ્યું કે સંઘ હવે તેનું કાર્ય સમાજના દરેક વર્ગ સુધી વિસ્તારવા માંગે છે

બેંગલુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કર્ણાટકના બેંગલુરુમાં સંઘના 'શતાબ્દી વર્ષ' નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં કોઈ વ્યક્તિ 'અહિંદુ' (નોન-હિંદુ) નથી.
ભાગવતે તર્ક આપતા કહ્યું કે ભારતમાં વસતા તમામ મુસલમાનો અને ઈસાઈઓના પૂર્વજો મૂળરૂપે હિંદુ જ હતા. કદાચ સમય જતાં તેઓ આ વાત ભૂલી ગયા છે અથવા તેમને ભુલાવી દેવામાં આવી છે. તેમણે 'હિંદુ' શબ્દને એક વ્યાપક રાષ્ટ્રીય ઓળખ ગણાવતા કહ્યું કે ભારતની મૂળ સંસ્કૃતિ હિંદુ છે, અને દરેક વ્યક્તિ જાણતા-અજાણતા ભારતીય સંસ્કૃતિનું પાલન કરે છે, તેથી કોઈ બિન-હિંદુ નથી.
સરસંઘચાલકે સંઘના લક્ષ્ય વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "આરએસએસ સત્તાની લાલસા રાખતું નથી. તે માત્ર હિંદુ સમાજને સંગઠિત કરવા માંગે છે, પરંતુ તે સંગઠન રાષ્ટ્રીય ગૌરવ માટે હોવું જોઈએ." તેમણે ઉમેર્યું કે સંઘમાં જોડાવા માટે કોઈપણ વ્યક્તિ (મુસ્લિમો કે ઈસાઈઓ સહિત) આવી શકે છે, કારણ કે અંતે તો બધા 'ભારત માતાના પુત્ર' છે. તેમણે સંઘની ૭૦ વર્ષની સંઘર્ષની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સંઘ હવે સમાજમાં વિશ્વસનીયતા ધરાવે છે અને તેનું કાર્ય સમાજના દરેક વર્ગ સુધી વિસ્તારવા માંગે છે.


 

(8:36 PM IST)