News of Monday, 10th November 2025
મહિલા પોતાના પ્રેમીના ઘરે જતી રહી : કોર્ટની બહાર નવવિવાહિત કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
એક બાળકની મા યુવક પર ફિદા થઈ ગઈ, પતિને ખબર પડી તો પ્રેમીને બોલાવી બંનેના લગ્ન કરાવી દીધા

જૌનપુર, તા.૧૦: રાજા રઘુવંશી હત્યાકાંડ અને મેરઠના સૌરભ હત્યાકાંડે લોકોને ધ્રૂજાવી મૂકયા હતા. આ કેસમાં ‘પતિ, પત્ની ઔર વો'નો એંગલ હતો. સોનમ હોય કે મુસ્કાન તેણે પ્રેમી માટે પોતાના પતિની હત્યા કરી નાખી હતી. આવી ઘટનાઓ સામે આવ્યા પછી લોકોના મનમાં ડર બેસી ગયો છે. યુપીના જૌનપુરમાં જ્યારે એક પતિને ખબર પડી કે તેની પત્ની કોઈ અન્યને પ્રેમ કરે છે, તો તેણે તરત પત્નીના પ્રેમીને બોલાવીને કોર્ટમાં તેના લગ્ન કરાવી દીધા. ત્યાર બાદ મહિલા પોતાના પ્રેમીના ઘરે જતી રહી હતી. કોર્ટની બહાર નવવિવાહિત કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા એક બાળકની માં હોવાનું સામે આવ્યું છે. પીડિત પતિએ લેખિતમાં સમજૂતી સાથે લગ્ન તોડી નાખ્યાં છે.
શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાખા પ?મિ શિવપુર ગામના નિવાસી જ્ઞાનચંદ્ર ગૌતમના લગ્ન તે વિસ્તારના હુસૈનાબાદ ગામની રવીના ગૌતમ સાથે જૂન ૨૦૨૧માં થયા હતા. લગ્ન બાદ બધુ સારુ ચાલી રહ્યું હતુ. પરંતુ ૨ વર્ષ બાદ રવીનાના સંપર્ક તેના જ ગામના પ્રદીપ કુમાર સાથે થયો. ત્યાર બાદ ફોન કોલ દ્વારા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. રવીનાને પોતાના પ્રેમી સાથે મોબાઇલમાં વાતચીત કરતા પરિવારજનોએ ઝડપી પાડી. ત્યાર બાદ તેને સમજાવી. છતાં પર પ્રદીપના પ્રેમમાં પાગલ તેણે પોતાના પ્રેમીને મળવાનું ચાલું રાખ્યું.
પતિ અને તેના સાસરિયાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો પતિને મારી નાખવાની તેમજ આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગી, પીડિત પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીના કેટલાક અશ્લીલ ફોટો જોયા તો વાત વધુ વણસી ગઈ. પત્નીએ પોતાના પ્રેમી સાથે રહેવાની જીદ પકડી હતી. તેથી પતિએ પત્નીના પ્રેમીને બોલાવીને શાહગંજ કોર્ટમાં બંનેના પરિવારો સામે તેના લગ્ન કરાવી દીધા.
ત્યાર બાદ મહિલા પોતાના પ્રેમીના ઘરે જતી રહી. મહિલાને એક ત્રણ વર્ષનું બાળક પણ છે, જેને પતિએ પોતાની સાથે રાખી લીધું છે. ૨૬ વર્ષ પહેલા રીલિઝ થયેલી ફિલ્મ હમ દિલ, દે ચૂકે સનમની કહાનીની જેમ જૌનપુરમાં એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા અને હવે આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
