<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

બિહારના દાનાપુરમાં મોટી દુર્ઘટનાઃ ઘરની છત તૂટી પડતા એક જ પરિવારના ૫ના મોત

તમામ મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યાઃ અધિકારીઓએ પીડિત પરિવારને સરકારી સહાયની પણ ખાતરી આપી

દાનાપુર, તા.૧૦: બિહારના દાનાપુરમાં એક મોટો અકસ્‍માત થયો, જેમાં એક પરિવારના પાંચ સભ્‍યોના મોત થયા. ઇન્‍દિરા આવાસ યોજના હેઠળ બનેલા જૂના ઘરની છત તૂટી પડી. મળતકોની ઓળખ બબલુ ખાન, તેની પત્‍ની રોશન ખાતૂન, પુત્ર મોહમ્‍મદ ચાંદ, પુત્રી રૂખશર અને સૌથી નાની પુત્રી ચાંદની તરીકે થઈ છે.

રિપોર્ટ્‍સ અનુસાર, પરિવાર રાત્રિભોજન પૂર્ણ કરીને સૂઈ ગયો હતો ત્‍યારે અચાનક જોરદાર વિસ્‍ફોટ થયો. ઘરની છત એક જ ક્ષણમાં તૂટી પડી. આસપાસના વિસ્‍તારમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો ઘટનાસ્‍થળે દોડી ગયા, પરંતુ ફક્‍ત કાટમાળ જ દેખાતો હતો. આખો પરિવાર તેની નીચે દટાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતાં જ અકીલપુર પોલીસ સ્‍ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી. ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્‍યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બધાના મોત થઈ ગયા હતા.  રિપોર્ટ અનુસાર, ગામલોકોએ અકસ્‍માત અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે ઘર ઘણા વર્ષો પહેલા ઇન્‍દિરા આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્‍યું હતું. સમય જતાં, ઘર ખરાબ થઈ ગયું હતું. વરસાદ અને ભેજને કારણે દિવાલો નબળી પડી ગઈ હતી. પરિવારની આર્થિક સ્‍થિતિ એટલી ખરાબ હતી કે તેઓ સમારકામ પણ પોસાય તેમ નહોતું.

ગ્રામજનોએ અકસ્‍માતની તપાસ અને ઇન્‍દિરા આવાસ યોજના હેઠળ બનેલા તમામ જૂના મકાનોની મજબૂતાઈની સમીક્ષા કરવાની માંગ કરી છે. દરમિયાન, વહીવટીતંત્રે જણાવ્‍યું હતું કે તમામ મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે. અધિકારીઓએ પીડિત પરિવારને સરકારી સહાયની પણ ખાતરી આપી છે. 

 

(2:47 PM IST)