<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ:. કોઈપણ ગંભીર બનાવ ના બને તે માટે સતર્ક રહેવા સૂચના

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ શરૂ કરશે. ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે.: પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં તમામ પોલીસને એલર્ટ રહેવા માટે સૂચના

દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ શરૂ કરશે. ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે. પોલીસ મથકના ઈન્ચાર્જને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ ગંભીર બનાવ ના બને તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં આતંકવાદીઓ પકડાયા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. 

દિલ્હીમાં આજે લાલ કિલ્લા પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે. જેને લઈને દિલ્હી એનસીઆરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં તમામ પોલીસને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદ સિવાય વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યું છે.

(8:32 PM IST)