<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

પાકિસ્તાનના ક્રિકેટર યુવા ફાસ્ટ બોલર નસીમ શાહના ઘર પર ગોળીબાર: સદભાગ્યે પરિવાર સુરક્ષિત

પેશાવર/લાહોર: પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહના પરિવાર પર મોટો ખતરો આવ્યો હતો. અહેવાલો અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા નસીમ શાહના પૈતૃક નિવાસસ્થાન પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ખુલ્લેઆમ ગોળીઓ વરસાવી હતી.

 

સૂત્રો અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરના અહેવાલો મુજબ, આ હુમલો અચાનક અને ભયજનક હતો, જેમાં ઘરની બહારના ભાગને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.

 

સદભાગ્યે, જ્યારે આ ગોળીબાર થયો ત્યારે નસીમ શાહનો પરિવાર ઘરની અંદર સુરક્ષિત હતો. નસીમ શાહના મેનેજમેન્ટ અથવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી પાકિસ્તાનના ક્રિકેટ જગતમાં સનસનાટી મચી ગઈ છે અને ખેલાડીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

(11:17 AM IST)