<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ અમેરિકી નાગરિકો માટે એડવાઇઝરી જાહેર: લાલ કિલ્લા ચાંદની ચોક સહિતના ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા સૂચના

નવી દિલ્હી/વોશિંગ્ટન: દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા વિસ્ફોટ બાદ અમેરિકાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે સત્તાવાર સુરક્ષા એડવાઇઝરી (સલામતી સલાહ) જાહેર કરી છે.

 

અમેરિકી દૂતાવાસે જારી કરેલી એડવાઇઝરીમાં તેના નાગરિકોને લાલ કિલ્લા અને ચાંદની ચોક આસપાસના વિસ્તારોથી દૂર રહેવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત, સામાન્ય સલામતી પગલાં તરીકે નીચેની બાબતો પર ધ્યાન આપવા જણાવાયું છે:

 * તુરંત સ્થાનિક મીડિયા ઉપર નજર રાખવી.

 * ભીડવાળી જગ્યાઓ, રાજકીય રેલીઓ અને દેખાવોથી દૂર રહેવું.

 * સલામતી માટે હંમેશા જાગૃત રહેવું અને અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું.

આ એડવાઇઝરી ભારતમાં પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા દ્વારા લેવાયેલું એક નિયમિત પગલું છે, જે સંભવિત ખતરાવાળી ઘટનાઓ બાદ તરત જ જાહેર કરવામાં આવે છે.

(11:20 AM IST)