News of Tuesday, 11th November 2025
દિલ્હી બ્લાસ્ટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા
દિલ્હી વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો:પોલીસ મૃતક મુસાફરનો DNA ટેસ્ટ કરાવશે.

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા વિસ્ફોટ થયો હતો. જેની તપાસ ચાલી રહી છે. આ વિસ્ફોટમાં અનેક વાહનો નાશ થયા હતા અને અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. મોટો સવાલ એ છે કે આ બ્લાસ્ટ પાછળ આતંકવાદીઓનો હાથ છે? હવે આ મામલે મોટી અપડેટ સામે આવી છે.
એક માહિતી પ્રમાણે દિલ્હી વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે. આ વિસ્ફોટ રિમોટ-કંટ્રોલ્ડ હતો અને તેમાં ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોટ પ્રમાણે કારમાં વિસ્ફોટ લગાવવામાં આવ્યો હતો. જે કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તે કાર પુલવામાના તારિકે ખરીદી છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે દિલ્હી વિસ્ફોટ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે. પોલીસ મૃતક મુસાફરનો DNA ટેસ્ટ કરાવશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
