News of Tuesday, 11th November 2025
સોનામાં વધુ ૧૭૦૦- ચાંદીમાં ૪૫૦૦રૂાનો ઉછાળો
છેલ્લા બે દિ'માં સોનામાં ૩૮૦૦ રૂા. અને ચાંદીમાં ૮૦૦૦ રૂા. વધી ગયા : સોનાના ભાવ વધીને ૧,૨૮,૦૦૦ અને ચાંદીના ભાવ વધીને ૧,૫૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૮: બુલીયન માર્કેટમાં ફરી તેજીનો દોર શરૂ થયો હોય. સોનામાં વધુ ૧૭૦૦ રૂા. અને ચાંદીમાં ૪૫૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૧૭૦૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. ગઇકાલે સોની સ્ટાર્ન્ડડ ૧૦ ગ્રામના ભાવ ૧,૨૬,૩૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૨૮,૦૦૦ રૂા. થયા હતા. સોનામાં બિસ્કીટમાં ૧૭૦૦૦ રૂાનો તોતીંગ ભાવ વધારો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૨,૬૩,૦૦૦ રૂા હતા તે વધીને ૧૨,૮૦,૦૦૦ રૂાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાના સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહ્યો હતો. બુલીયન માર્કેટમાં સોનામાં તેજીના પગલે ચાંદીના ૪૫૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદીચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૫૩,૫૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૫૮,૦૦૦ રૂાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. છેલ્લા બે દિ'માં સોનાના ૧૦ ગ્રામે ૩૮૦૦ રૂા અને ચાંદીમાં ૮૦૦૦ રૂાનો તોતીંગ ભાવવધારો થયો છે. દિવાળી પૂર્વ સોનાના ભાવએ ૧.૩૫ લાખની અને ચાંદીના ભાવએ ૧.૮૨ લાખની ટોચની સપાટી બનાવ્યા બાદ બંને કિંમતી ધાતુઓના ભાવોમાં જબ્બર ગાબડા પડયા બાદ છેલ્લા બે દિ'થી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉછાળો થઇ રહ્યો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
