News of Tuesday, 11th November 2025
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: ડોક્ટરો અને મૌલવીઓનું સ્લીપર સેલ નેટવર્ક સક્રિય હોવાનું ખુલ્યું: મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો
AK-47 અને કાશ્મીર કનેક્શન મળતા NIAએ તપાસ સંભાળી; દેશભરના રેલવે સ્ટેશનો પર હાઈ એલર્ટ

નવી દિલ્હી:દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયંકર બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને ચોંકાવનારી વિગતો મળી છે. તાજેતરની તપાસમાં સામે આવ્યું છે કે આ બ્લાસ્ટ પાછળ કેટલાક ડોક્ટરો અને પૂર્વ મૌલવીઓ દ્વારા સંચાલિત એક સ્લીપર સેલ નેટવર્કનો હાથ હોઈ શકે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે મેડિકલ કોલેજોની આડમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું.
આ કેસમાં AK-47 રાઇફલ મળી આવતા અને કાશ્મીર કનેક્શન ખુલતા કેસની ગંભીરતા વધી ગઈ છે. જેને પગલે હવે સમગ્ર તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોતાના હાથમાં લીધી છે.
આ ભયાનક વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના તમામ રેલવે સ્ટેશનો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે ચર્ચા કરવા માટે ગૃહ મંત્રાલય અને તપાસ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બપોરે 3 વાગ્યે બોલાવવામાં આવી હતી.
તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ ગંભીર દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
