News of Tuesday, 11th November 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 67.14 ટકા મતદાન નોંધાયું : 14 નવેમ્બરે થશે મત ગણતરી
આરજેડી સાંસદ મીસા ભારતીએ બિહાર ચૂંટણી વિશે કહ્યું કે આ વખતે પરિવર્તન આવશે કારણ કે મહિલાઓ તેમના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. 20 વર્ષથી અહીં રોજગારની કોઈ તકો નહોતી, કોઈ કારખાનાઓ સ્થાપિત થયા ન હતા.

બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 67.14 ટકા મતદાન નોંધાયું છે. મતદાન માટે 45,399 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ત્યારે મતગણતરી 14 નવેમ્બરે થશે.
સાંજે 5 વાગ્યા સુધીમાં બિહારમાં 67.14 ટકા મતદાન નોંધાયું છે. આ એક રેકોર્ડ છે. બિહારના ચૂંટણી ઈતિહાસમાં આટલું ઊંચું મતદાન ક્યારેય નોંધાયું નથી. જોકે, અંતિમ આંકડા હજુ બાકી છે. કિશનગંજમાં સૌથી વધુ 76.26 ટકા મતદાન નોંધાયું છે.
આરજેડી સાંસદ મીસા ભારતીએ બિહાર ચૂંટણી વિશે કહ્યું કે આ વખતે પરિવર્તન આવશે કારણ કે મહિલાઓ તેમના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે. 20 વર્ષથી અહીં રોજગારની કોઈ તકો નહોતી, કોઈ કારખાનાઓ સ્થાપિત થયા ન હતા, તેથી મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહી છે. જ્યારે પણ મતદાનની ટકાવારી વધુ હોય છે, ત્યારે પરિવર્તન આવે છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે, જેમાં 20 જિલ્લાઓની 122 બેઠકોનો સમાવેશ થાય છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 60.40 ટકા મતદાન નોંધાયું હતું. કિશનગંજમાં સૌથી વધુ 66.10 ટકા મતદાન નોંધાયું હતું. બિહારમાં આ વખતે મતદાન જોરશોરથી થઈ રહ્યું છે. બીજા તબક્કામાં મતદાન પહેલા તબક્કા કરતા સારું રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં પહેલા તબક્કામાં 42.31% મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 47.62% મતદાન થયું છે.
બિહારના 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 20 જિલ્લાઓમાંથી પાંચમાં મતદાનની ટકાવારી 50%થી વધુ થઈ ગઈ છે, જ્યારે અન્ય ઘણા જિલ્લાઓમાં મતદાન ધીમું ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં મધુબની અને નવાદામાં અનુક્રમે 43.39% અને 43.95% મતદાન નોંધાયું છે, જે 20 જિલ્લાઓમાં સૌથી ઓછું મતદાન છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
