<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

કેરળના કટ્ટાકડાનું પ્રશંસનીય મોડેલ: માસિક સ્રાવ દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે શાળાઓમાં 'આરામ રૂમ'

16 સરકારી શાળાઓમાં 'ઓપ્પમ ગર્લ સ્ટુડન્ટ-ફ્રેન્ડલી રૂમ' શરૂ; સુવિધામાં પલંગ, ઇન્સિનેરેટર અને મનોવૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલ રંગ સંયોજનનો સમાવેશ

તિરુવનંતપુરમ (કેરળ) : કેરળના કટ્ટાકડા મતવિસ્તારે મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય તરફ વધુ એક પ્રગતિશીલ પગલું ભર્યું છે. માસિક સ્રાવ (Menstruation) દરમિયાન વિદ્યાર્થિનીઓને આરામ મળી રહે તે હેતુથી, મતવિસ્તારની તમામ 16 સરકારી અને સહાયિત ઉચ્ચ શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિશેષ રૂમ (Rest Rooms) સ્થાપિત કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય આઈ બી સતીશ દ્વારા મહિલા સશક્તિકરણ માટેના 'ઓપ્પમ' (સાથે મળીને) કાર્યક્રમના ભાગ રૂપે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમણે ડીએચને જણાવ્યું હતું કે એક કે બે દિવસની રજા આપવાથી સમસ્યાનું સમાધાન થતું નથી, તેથી જ છોકરીઓ આરામ કરી શકે તે માટે રૂમ બનાવવાનો નિર્ણય લેવાયો.

રૂમની વિશેષ સુવિધાઓ:

'ઓપ્પમ ગર્લ સ્ટુડન્ટ-ફ્રેન્ડલી રૂમ' નીચેની સુવિધાઓથી સજ્જ છે:

• બે આરામદાયક પલંગ અને ખુરશીઓ
• ગરમ પાણીની બેગ
• નેપકિન વેન્ડિંગ મશીન અને ઇન્સિનેરેટર
• મનોવૈજ્ઞાનિકોની સલાહ સાથે આહલાદક મૂડ મળે તે રીતે ડિઝાઇન કરાયેલ રંગ સંયોજન.

આ પહેલથી શિક્ષિકાઓને પણ માસિક સ્રાવની તકલીફોમાંથી રાહત મેળવવામાં મદદ મળી રહી છે. ધારાસભ્ય સતીશે અગાઉ તેમના મતવિસ્તારને પાણીની તીવ્ર અછતવાળા પ્રદેશમાંથી પાણીના સરપ્લસ ક્ષેત્રમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો માટે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત કર્યું હતું.

 

(9:23 PM IST)