<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

બિહાર ચૂંટણીના 4 એક્ઝિટ પોલમાં NDAને બંપર બહુમતી : મહાગઢબંધનને 73 થી 91 સીટોનું અનુમાન

બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું : હવે 14 નવેમ્બરના દિવસની રાહ : એક્ઝિટ પોલ સાચા પડશે કે ખોટા

નવી દિલ્હી : બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. લોકો હવે 14 નવેમ્બરના દિવસની રાહ જોઈ રહ્યા છે. જો કે ફાઈનલ રિઝલ્ટ પહેલા રાજ્યની 243 સીટોમાં બીજા અને અંતિમ તબક્કાની 122 સીટો પર વોટિંગ પૂરું થતાં જ એક્ઝિટ પોલના પરિણામ આવવાના શરુ થઈ ગયા છે.   તમામ પ્લેટફોર્મ પર તમે બિહાર ચૂંટણીનો એક્ઝિટ પોલ જોઈ શકશો.
આ વખતે એક્ઝિટ પોલમાં એનડીએના પરફોર્મેંસ પર લોકોની ખાસ નજર રહેશે. હકીકતમાં જોઈએ તો, એનડીએમાં આ વખતે ફરીથી નીતિશ કુમારને સીએમ ફેસ ઘોષિત કર્યા, આવા સમયે જોવાનું રહેશે કે શું ફરીથી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ બનાવે છે કે પછી બિહારની ગાદી પર તેજસ્વી યાદવના નેતૃત્વવાળી મહાગઠબંધનની સરકાર બને છે?
બિહાર ચૂંટણીમાં જ્યાં પહેલા તબક્કામાં 64.46 ટકા મતદાન થયું હતું તો વળી બીજા તબક્કામાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 67.14 ટકાથી વધારે વોટિંગ થયું છે. ફાઈનલ આંકડો 70 ટકાનો ક્રોસ કરી શકે છે. બિહારની ચૂંટણીના ઈતિહાસમાં આટલું મતદાન ક્યારેય થયું નથી.
જેમાં એનડીએને 48 ટકા મહાગઠબંધનને 37 ટકા તથા અન્યના ખાતામાં 15 ટકા વોટ જતા દેખાઈ રહ્યા છે. એટલે કે એનડીએને જબરદસ્ત ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. એનડીએને જ્યાં 147-167 તથા મહાગઠબંધનને 70-90 સીટો મળવાનું અનુમાન છે.

જેવીસી પોલમાં પણ એનડીએને બંપર લીડ
તો વળી જેવીસી એક્ઝિટ પોલમાં પણ એનડીએને બંપર લીડ મળતી દેખાઈ રહી છે, જેમાં એનડીએને 135-150 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે મહાગઠબંધનને 88-103 સીટો મળતી દેખાઈ રહી છે, તો વળી અન્યના ખાતામાં 3-6 સીટો જવાનું અનુમાન છે.
પીપલ્સ ઈંસાઈટના એક્ઝિટ પોલમાં પણ એનડીએની સરકાર
પીપલ્સ ઈંસાઈટના એક્ઝિટ પોલમાં પણ એનડીએને 133-148 સીટો મળવાનું અનુમાન છે, તો વળી મહાગઠબંધનના ખાતામાં 87-102 સીટો જતી દેખાઈ રહી છે. જનસુરાજને 0-2 સીટો તથા અન્યને 3-6 સીટો મળવાનું અનુમાન છે.

પોલ્સ ઓફ પોલ્સમાં પણ એનડીએની બંપર જીત
પોલ્સ ઓફ પોલ્સની વાત કરીએ તો એનડીએ જબરદસ્ત વાપસી કરતા 138-155 સીટો પ્રાપ્ત કરી શકે છે. તો વળી મહાગઠબંધનને 82-98, જનસુરાજને 0-2, અન્યના ખાતામાં 3-7 સીટો મળવાનું અનુમાન છે.

બિહાર ચૂંટણીને લઈ ચોથા એક્ઝિટ પોલ POLSTRATનો આવ્યો છે અને તેમાં પણ એનડીએની સ્પષ્ટ બહુમતની સરકાર બનતી દેખાઈ રહી છે. POLSTRAT અનુસાર, એનડીએને 133-148 સીટ, મહાગઠબંધનને 87-102 અન્યને 3-5 સીટો મળી શકે છે. તો વળી પાર્ટીવાર વાત કરીએ તો, ભાજપને 68-72 અને જેડીયૂને 55-60 સીટ, લોજપા 9-12, હમ 1-2 અને આરએલએમને 0-2 સીટ મળી શકે છે.

 

(9:53 PM IST)