હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં ઐતિહાસિક મતદાન: ૧૯૫૧ પછીના તમામ રેકોર્ડ તૂટ્યા
મહિલા શક્તિનો અભૂતપૂર્વ દબદબો, પુરુષો કરતાં ૯% વધુ મતદાન:મહિલાઓનો આ એકતરફી ઝુકાવ મુખ્યમંત્રી નીતિશ કુમારની 'મહિલા રોજગાર યોજના' અને 'જીવિકા દીદી' જેવી સ્વ-સહાય જૂથોની પહેલનું પરિણામ:પ્રથમ તબક્કામાં: મહિલા મતદાન ૬૯.૦૪% અને પુરુષ મતદાન ૬૧.૫૦% રહ્યું * બીજા તબક્કામાં: મહિલા મતદાને તમામ રેકોર્ડ તોડ્યા અને ૭૪.૦૩% પર પહોંચ્યું, જ્યારે પુરુષ મતદાન ૬૪.૧% રહ્યું*

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ એ મતદાનના તમામ જૂના વિક્રમો તોડી નાખ્યા છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે કુલ ૬૬.૯૧% મતદાન નોંધાયું છે, જે સન ૧૯૫૧ પછી બિહારના ઇતિહાસમાં સર્વોચ્ચ છે. આ ઇતિહાસ રચવામાં મહિલા મતદારોની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે, જેમણે પુરુષોને પાછળ છોડી દીધા છે. મહિલાઓનું મતદાન ૭૧.૬% રહ્યું, જ્યારે પુરુષોનું મતદાન ૬૨.૮% રહ્યું. રાજકીય વિશ્લેષકો આ મોટા તફાવતને ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક માની રહ્યા છે.
ભારતીય ચૂંટણી પંચે આપેલા "ચુનાવ કા પર્વ - બિહાર કા ગર્વ" ના નારા સાથે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના આંકડા જાહેર કર્યા છે, જેણે ઇતિહાસ રચી દીધો છે. રાજ્યમાં બંને તબક્કા મળીને કુલ ૬૬.૯૧ ટકા જેવું વિક્રમજનક મતદાન થયું છે. આ આંકડો સન ૧૯૫૧ માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદથી અત્યાર સુધીનો સર્વોચ્ચ છે, જે બિહારના લોકશાહી ઉત્સાહને દર્શાવે છે.
*મહિલા મતદારોએ ઇતિહાસ રચ્યો*
આ ઐતિહાસિક મતદાનમાં સૌથી નોંધપાત્ર પાસું મહિલા મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ રહ્યો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ મુજબ, જ્યાં પુરુષ મતદારોની મતદાન ટકાવારી ૬૨.૮ ટકા રહી, ત્યાં મહિલા મતદારોએ ૭૧.૬ ટકા મતદાન કરીને સૌને ચોંકાવી દીધા છે. આમ, મહિલાઓનું મતદાન પુરુષો કરતાં આશરે ૮.૮ ટકા જેટલું વધારે રહ્યું છે.
* પ્રથમ તબક્કામાં: મહિલા મતદાન ૬૯.૦૪% અને પુરુષ મતદાન ૬૧.૫૦% રહ્યું.
* બીજા તબક્કામાં: મહિલા મતદાને તમામ રેકોર્ડ તોડ્યા અને ૭૪.૦૩% પર પહોંચ્યું, જ્યારે પુરુષ મતદાન ૬૪.૧% રહ્યું.
ડિજિટલ મીડિયા અને રાજકીય વિશ્લેષણ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ભૂતપૂર્વ ટ્વિટર) અને અન્ય ડિજિટલ ન્યૂઝ પોર્ટલ પર આ આંકડાઓનું ઊંડું વિશ્લેષણ થઈ રહ્યું છે. રાજકીય પંડિતો માને છે કે મહિલાઓનો આ એકતરફી ઝુકાવ મુખ્યમંત્રી નીતિશ કુમારની 'મહિલા રોજગાર યોજના' અને 'જીવિકા દીદી' જેવી સ્વ-સહાય જૂથોની પહેલનું પરિણામ હોઈ શકે છે.
આને જાતિગત સમીકરણોથી પર ઉઠીને વિકાસ અને સુરક્ષાના મુદ્દા પર અપાયેલો 'સાઇલન્ટ વોટ' (મૌન મત) ગણવામાં આવી રહ્યો છે, જે સીધો એનડીએને ફાયદો કરાવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રથમ તબક્કાના ઊંચા મતદાન પર ટિપ્પણી કરતાં તેને 'જંગલ રાજને ૬૫-વોલ્ટનો ઝટકો' ગણાવ્યો હતો.
*પંચની બાજ નજર અને આંતરરાષ્ટ્રીય પ્રશંસા*
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ દિલ્હી સ્થિત નિયંત્રણ કક્ષ (કંટ્રોલ રૂમ) માંથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી હતી. બીજા તબક્કામાં તમામ ૪૫,૩૯૯ મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ દ્વારા જીવંત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ચૂંટણી પ્રક્રિયામાં સાડા આઠ લાખથી વધુ પોલિંગ સ્ટાફ, એક લાખ ચાલીસ હજારથી વધુ પોલિંગ એજન્ટો અને ૨,૬૧૬ ઉમેદવારો સામેલ હતા
.
એક વિશેષ પહેલના ભાગરૂપે, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, બેલ્જિયમ અને કોલંબિયા સહિત છ દેશોના પ્રતિનિધિઓએ 'આંતરરાષ્ટ્રીય ચૂંટણી નિરીક્ષક કાર્યક્રમ' (આઈઈવીપી) હેઠળ બિહારની મુલાકાત લીધી હતી અને આ સુસંગઠિત, પારદર્શક અને સહભાગી ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.
*વિશેષ વિગત: કિશનગંજમાં રેકોર્ડ મતદાન*
ડિજિટલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહારના મુસ્લિમ બહુમતી ધરાવતા એકમાત્ર જિલ્લા કિશનગંજમાં રાજ્યનું સર્વાધિક ૭૬.૨૬ ટકા મતદાન નોંધાયું છે, જે પણ એક મોટો સંકેત માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
