<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

'એક્ઝિટ પોલ છે એક્ઝેટ પોલ નહી, બધા ખોટા ઠરશે': બિહાર ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ RJD ની પ્રતિક્રિયા

આરજેડી નેતા મૃતુંજય તિવારીએ તમામ અંદાજોને નકારી નાખ્યા:તેમણે દાવો કર્યો કે જનતાએ તેજસ્વી યાદવને સત્તા સોંપી છે અને NDA સરકારના વિરુદ્ધ મત પડ્યા છે

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એગ્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. મોટાભાગના સર્વેમાં NDA સરકારને ફરી સત્તા મળતી દેખાઈ રહી છે, જ્યારે મહાગઠબંધન પાછળ દેખાય છે. પરંતુ આ રાજકીય ચિત્ર પર આરજેડીની કટાક્ષભરી પ્રતિક્રિયા સામે આવી છે. આરજેડીના વરિષ્ઠ નેતા મૃતુંજય તિવારીએ દાવો કર્યો કે એગ્ઝિટ પોલ હમેશાની જેમ આ વખતે પણ ખોટા સાબિત થશે અને બિહારની જનતા એ NDA વિરોધી ભાવના સાથે જ મત આપ્યો છે.

તિવારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બિહાર જીતશે અને જનતા જે ઇચ્છે છે તે જ સરકાર બનશે. તેમના મતે, જનતાએ તેજસ્વી યાદવને સત્તામાં લાવવા માટે જ વોટિંગ કર્યું છે. તેમણે ઉપહાસ સાથે કહ્યું કે જે લોકો એગ્ઝિટ પોલની સંખ્યાઓ જોઈને મુગાલતા પોષી રહ્યા છે, તેમને ભ્રમમાં જ રહેવા દેવા જોઈએ. સત્ય માટે સંઘર્ષ તો થઈ શકે પરંતુ તેની હાર ક્યારેય ન થાય. 

આરજેડીનો વિશ્વાસ તેજસ્વી યાદવના નેતૃત્વ પર સ્પષ્ટ દેખાયો. મૃતુંજય તિવારીએ કહ્યું કે જેમ દરરોજ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, તેમ બિહારમાં તેજસ્વીની સરકાર બનવી નિશ્ચિત છે. તેમણે NDAને નિશાન સાધતાં કહ્યું કે NDA એટલે ‘નૈયા ડૂબે આબકી વાર’ અને મહાગઠબંધનની મજબૂત જીત હવે ટાળી શકાતી નથી. તેમની આગાહી અનુસાર 18 તારીખે તેજસ્વી યાદવ શપથ લઈને નવી સરકારની શરૂઆત કરશે. 

આરજેડી નેતા એ એ પણ યાદ અપાવ્યું કે 2024ની લોકસભામાં પણ અધિક વિશ્વાસ સાથે કરાયેલા રાજકીય દાવા, જેમ કે “400 પાર”, વાસ્તવિક પરિણામોમાં ઢળી ગયા હતા. તેમનો દાવો છે કે આ વખતે પણ એ જ પરિસ્થિતિ બિહારમાં NDA માટે સર્જાવાની છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે 14 નવેમ્બરનો દિવસ બિહાર માટે ઐતિહાસિક બનશે કારણ કે તે દિવસે લોકોના મતનું સત્ય સામે આવશે

એગ્ઝિટ પોલ્સ પર રાજકીય પક્ષોની વિશ્વસનીયતા હંમેશા સવાલોમાં રહી છે. અગાઉ પણ ઘણાં વખતો એવું બન્યું છે કે એગ્ઝિટ પોલ આખરી પરિણામો સામે બધી રીતે ખોટા થયા છે. એવામાં આરજેડીનું આ આત્મવિશ્વાસ દર્શાવે છે કે તેઓ અંતિમ પરિણામો પહેલા જ સત્તા પ્રાપ્ત થવાની આશા રાખી રહ્યા છે. હવે નજરો 18 નવેમ્બર પર છે, જ્યારે મતગણતરી જાહેર થશે અને બિહારનું ભવિષ્ય સ્પષ્ટ થશે  

 

(11:37 PM IST)