<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

૨૬ જાન્‍યુઆરીએ લાલ કિલ્લા પર શુમલાની યોજના હતીઃ રેકી પણ કરવામાં આવી'તી

ડો.મુજમ્‍મિલની પુછપરછમાં ડરામણો ખુલાસો

નવી દિલ્‍હી,તા.૧૨: સોમવારે દિલ્‍હીના ઐતિહાસિક લાલ કિલ્‍લા પાસે એક કારમાં થયેલા વિસ્‍ફોટથી બધા ચોંકી ગયા છે. મૃત્‍યુઆંક વધીને ૧૩ થયો છે, અને ૨૧ ઘાયલો હાલમાં હોસ્‍પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. પોલીસ અને એજન્‍સીઓએ અત્‍યાર સુધીમાં ઘણા શંકાસ્‍પદોની અટકાયત કરી છે. દિલ્‍હી વિસ્‍ફોટના ત્રણ મુખ્‍ય શંકાસ્‍પદો ડો.મુઝમ્‍મિલ, ડો.આદિલ અહેમદ ડાર અને ડો.ઉમર છે. બ્‍લાસ્‍ટ સમયે ડો. ઉમર માર્યા ગયા હોવાની શંકા છે, જ્‍યારે ડો.મુઝમ્‍મિલ અને ડો.આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે, મુઝમ્‍મિલની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોંકાવનારો ખુલાસો એ છે કે આ વ્‍યક્‍તિઓએ દિલ્‍હીના લાલ કિલ્‍લા પર હુમલો કરવાની યોજના બનાવી હતી.

દિલ્‍હી બ્‍લાસ્‍ટ કેસમાં મુઝમ્‍મિલની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. પૂછપરછમાં જાણવા મળ્‍યું છે કે ડો. મુઝમ્‍મિલ અને ડો. ઉમરે લાલ કિલ્‍લાની રેકી કરી હતી. તેમણે જાન્‍યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્‍લાની રેકી કરી હતી. આ માહિતી ડો. મુઝમ્‍મિલના ફોન પરના ડમ્‍પ ડેટામાંથી મળી હતી. પૂછપરછ દરમિયાન, તપાસ એજન્‍સીને એ પણ જાણવા મળ્‍યું કે તેમની યોજનાનો એક ભાગ ૨૬ જાન્‍યુઆરીએ લાલ કિલ્‍લાને નિશાન બનાવવાનો હતો. તેઓ દિવાળી પર ભીડભાડવાળી જગ્‍યાને પણ નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.

(10:09 AM IST)