<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

પરિવારે પ્રિય ગાયની અંતિમયાત્રા બેન્‍ડવાજાં સાથે કાઢી

નવી સાડી ઓઢાડીને ગામ આખામાં એની અંતિમયાત્રા ફેરવી હતી અને છેલ્‍લે એ જ ખેતરમાં અંતિમ સંસ્‍કાર કર્યા જ્‍યાં તેણે વર્ષો સુધી આ પરિવારની સેવા કરી હતી

જાલના,તા.૧૨: મહારાષ્ટ્રના જાલના જિલ્‍લાના ધાવેડી ગામમાં એક ખેડૂત દંપતીએ ભાગ્‍યલક્ષ્મી નામની પ્રિય ગાયને ખૂબ ભાવપૂર્ણ વિદાય આપી હતી. વૃદ્ધાવસ્‍થાને કારણે મૃત્‍યુ પામેલી ગાયની અંતિમયાત્રામાં પરિવારે વાજિત્રો પર ધૂન વગાડી હતી. એ જોવા માટે મોટી સંખ્‍યામાં ગામલોકો ભેગા થયા હતા. ભાગ્‍યલક્ષ્મી ગાય સાબળે પરિવારને લગ્નના સમયે દાનમાં મળી હતી. એ ગાયના દૂધ અને એનાં વછેરાંઓના વેચાણથી પરિવાર આર્થિક રીતે સદ્ધર થયો હતો. એ સદ્ધરતાના કારણે હવે પરિવાર પાસે ૧૭ પશુઓ છે. એ કૃતજ્ઞતાને કારણે સાબળે દંપતીએ ભાગ્‍યલક્ષ્મીને અંતિમ સંસ્‍કાર દરમ્‍યાન સૌભાગ્‍યવતી ષીનું સન્‍માન આપ્‍યું હતું. નવી સાડી ઓઢાડીને ગામ આખામાં એની અંતિમયાત્રા ફેરવી હતી અને છેલ્‍લે એ જ ખેતરમાં અંતિમ સંસ્‍કાર કર્યા જ્‍યાં તેણે વર્ષો સુધી આ પરિવારની સેવા કરી હતી.

(10:14 AM IST)