હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોરન બફેટે ચાર ચેરિટી સંસ્થાઓને ૧.૩ બિલ્યન ડોલરનું દાન જાહેર કર્યુ
કુલ ૨૭ લાખ શેરનું દાન પત્ની અને બાળકોનાં ચાર ફાઉન્ડેશનોને કરશે

ન્યુર્યોક, તા.૧૨: વર્ષના અંતમાં ચીફ એક્ઝિકયુટિવ ઑફિસર તરીકેની ભૂમિકા છોડતાં પહેલાં અબજોપતિ ઇન્વેસ્ટર વૉરન બફેટ બર્કશાયર હૅથવે કંપનીના ૧.૩ બિલ્યન ડૉલર (આશરે ૧૧,૫૧૪ કરોડ રૂપિયા)થી વધુ કિંમતના શૅર ૪ ફૅમિલી ફાઉન્ડેશનોને દાન કરશે. આ સંદર્ભમાં તેમની કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૯૫ વર્ષના વૉરન બફેટ બર્કશાયરના ક્લાસ A શૅરમાંથી ૧૮૦૦ શૅરને ૨૭ લાખ ક્લાસ B શૅરમાં રૂપાંતરિત કરશે. એમાંથી ૧૫ લાખ શૅર તેમની સ્વર્ગસ્થ પત્નીના નામ પર સુઝન થૉમ્પસન બફેટ ફાઉન્ડેશનને અને ૪-૪ લાખ શૅર તેમનાં બાળકોના ફાઉન્ડેશન શૅરવુડ ફાઉન્ડેશન, હૉવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનને આપશે.
૨૦૦૬માં બફેટે ગેટ્સ ફાઉન્ડેશન તેમ જ તેમનાં બાળકો સાથે જોડાયેલાં ફાઉન્ડેશનોને દાન આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમણે બિલ અને મેલિન્ડા ગેટ્સ સાથે દાન આપવાની પ્રતિજ્ઞા કરી હતી, જેનો ઉદ્દેશ તેમના જીવનકાળ દરમ્યાન અથવા તેમના મળત્યુ પછી તેમની સંપત્તિનું દાન કરવાનો હતો. ગયા વર્ષે બફેટે જાહેરાત કરી હતી કે તેમના મળત્યુ પછી ગેટ્સ ફાઉન્ડેશનને વધુ દાન આપવામાં નહીં આવે. બફેટની પુત્રી અને બે પુત્રો એક નવા ચૅરિટેબલ ટ્રસ્ટનું સંચાલન કરશે
બફેટ વર્ષના અંતમાં તેમના અનુગામી ગ્રેગ એબેલને ઘ્ચ્બ્ની ભૂમિકા સોંપે એવી અપેક્ષા છે. વૉરન બફેટે તેમના સંદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ‘હવે હું બર્કશાયરનો વાર્ષિક અહેવાલ લખીશ નહીં કે વાર્ષિક સભામાં અવિરત વાત કરીશ નહીં. જેમ અંગ્રેજીમાં કહે છે એમ હું શાંત થઈ રહ્યો છું. જોકે હું પરંપરાગત થૅન્ક્સગિવિંગ પત્રમાં શૅરધારકોને સંબોધવાનું ચાલુ રાખીશ. હું ૯૫ વર્ષની ઉંમર સુધી જીવવા બદલ મારા સૌભાગ્યનો આભારી અને આヘર્યચકિત છું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
