તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી
5 રાજ્યોમાં કાતિલ ઠંડીનું એલર્ટ : બંગાળની ખાડીમાં સક્રિય થયેલા હવાના દબાણને કારણે દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો

નવી દિલ્હી, તા.૧૨: હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને ઓડિશામાં મધ્યમથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બીજી તરફ, મધ્ય અને ઉત્તર ભારતના પાંચ રાજ્યોમાં કોલ્ડ વેવની આગાહી છે, જેનાથી જનજીવન પ્રભાવિત થવાની શકયતા છે.
દેશના હવામાનમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જારી કરાયેલી તાજી ચેતવણી મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલા હવાના દબાણને કારણે દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વિભાગે તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ ઓડિશાના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ, ઉત્તર ભારતમાં પહાડો પર થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પૂર્વ રાજસ્થાન સહિત દેશના પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં ભીષણ ઠંડી અને શીતલહેરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
