<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

​શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ આજે 'ધનુષ-બાણ' ચિહ્ન પર અંતિમ સુનાવણી હાથ ધરી

​મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ નિર્ણાયક છે. સુપ્રીમ કોર્ટ આજે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને શિવસેના (યુબીટી) સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચાલી રહેલા 'અસલી શિવસેના' અને પક્ષના ચિહ્ન 'ધનુષ-બાણ'ના વિવાદ પર અંતિમ સુનાવણી હાથ ધરી રહી છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આજે અંત આવી શકે છે. સુપ્રીમ કોર્ટ આજે, ૧૨ નવેમ્બરના રોજ, શિવસેનાના નામ અને તેના પરંપરાગત ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાણ' પરના દાવા અંગે અંતિમ સુનાવણી કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં એકનાથ શિંદેના જૂથને 'અસલી શિવસેના' તરીકે માન્યતા આપવામાં આવી હતી અને 'ધનુષ-બાણ'નું ચિહ્ન ફાળવવામાં આવ્યું હતું.

​આ કેસ મહારાષ્ટ્રના રાજકારણનું ભવિષ્ય નક્કી કરી શકે છે, કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બંને જૂથો માટે આ ચિહ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદ્ધવ ઠાકરે તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દલીલો રજૂ કરી રહ્યા છે. સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટના આજના નિર્ણય પર ટકેલી છે.

 

(12:10 PM IST)