<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

અસલી ગાયનો પ્રવેશ શકય નહોતો? એટલે રમકડાની ગાયની પૂજા કરાવીને પ્રવેશ થયો

આને કહેવાય સગવડીયો ધર્મ

નવી દિલ્‍હી, તા.૧૨: હિન્‍દુઓ માટે સારા પ્રસંગે ગાયમાતાની પૂજાનું મહત્ત્વ છે. કેટલાક સમાજમાં ગળહપ્રવેશ દરમ્‍યાન ગાયમાતાનાં પગલાં પહેલાં પડે તો સંસાર સુખમય રહે છે એવી માન્‍યતા છે. જોકે આજના જમાનામાં ઘરો ઊંચાં બિલ્‍ડિંગોમાં હોય છે ત્‍યારે ગાયને ઘરમાં લાવવાનું શકય જ નથી. જોકે એક પરિવારે આનો પણ જુગાડ કાઢી લીધો હતો. ભલે સાચકલી ગાય ઘરમાં ન લાવી શકાય, ગાયનાં પગરણ તો ઘરમાં પડવાં જ જોઈએ.

આ પરંપરા પૂરી કરવા તેમણે રિમોટ કન્‍ટ્રોલ અને સેલથી ચાલતું ગાયનું રમકડું પૂજામાં મૂકયું હતું. રમકડાની ગાયને ચૂંદડી ચડાવી, પૂજા-અર્ચના કરીને એને ઘરમાં ઘુમાવી હતી. આ દરમ્‍યાન પૂજારી મંત્રોચ્‍ચાર કરતા રહ્યા. પરંપરા પણ પૂરી થઈ અને જોનારા લોકોને મજા પણ પડી ગઈ. આ ઘટનાનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયો છે. લોકોને આ નવો અખતરો ગમ્‍યો કેમ કે એનાથી મૂંગાં પ્રાણીઓ પર ક્રૂરતા પણ નથી થતી. જોકે કેટલાકને લાગે છે કે આમ કરીને જૂની પરંપરાઓની મજાક થઈ રહી છે.

(3:14 PM IST)