News of Wednesday, 12th November 2025
ગુજરાતમાંથી પકડાયેલા આતંકી ડો.અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો
હૈદરાબાદના મકાનમાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેના જથ્થા અને અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવીઃ ATS આ કેમિકલ અને સામગ્રી સીઝ કરી

નવી દિલ્હી, તા.૧૨ઃ ગુજરાતમાંથી પકડાયેલા ત્રણેય આતંકવાદી પૈકી આતંકી આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્ના છે. તો બીજી તરફ હૈદરાબાદમાં આવેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકીના ઘર પૈકી ડૉ. અહેમદ સૈયદના મકાનમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેનો જથ્થો મળી આવ્યો છે.
ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓના કેસમાં નવા ખુલાસાઓ થતા જ જઇ રહ્ના છે. ગુજરાત ખ્વ્લ્ઍ ૩ આતંકીઓની ધરપકડ કરી હતી અને આ ત્રણેય આતંકીઓ રિમાન્ડ પર છે. ત્યારે હવે આ કેસમાં ગુજરાત ખ્વ્લ્ઍ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય પૈકી આતંકી આઝાદ અને સુહેલના ઘરે સર્ચ ચાલી રહ્ના છે.તો બીજી તરફ હૈદરાબાદમાં આવેલા આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકીના ઘર પૈકી ડૉ. અહેમદ સૈયદના મકાનમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેનો જથ્થો મળી આવ્યો છે.
ગુજરાત ખ્વ્લ્ઍ ત્રણ આતંકી મામલે મોટી કાર્યવાહી કરી છે. ખ્વ્લ્ઍ આતંકી ડૉ. અહેમદ સૈયદના નિવાસસ્થાન પર તપાસ કરી, જ્યારે હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં તેમના મકાનમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા માટેના જથ્થા અને અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ખ્વ્લ્ઍ આ કેમિકલ અને સામગ્રી સીઝ કરી છે. ઍટલે કે તે અલગ અલગ કેમિકલ લઇને કઇક બનાવતો હતો. તેની જાણે આખી નાની ફેકટરી જેવુ ઘરમાંથી મળી આવ્યુ છે. તેના ઘરે સર્ચ કરતા અન્ય પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.
માહિતી પ્રમાણે ડો.અહેમદ સૈયદ હૈદરાબાદમાં રહે છે અને હોટેલ ચલાવે છે. તે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોની ટીમ બનાવવા માગતો હતો અને ટીમ બનાવી જો તેને જમવાનો કોઇ મોટો કોન્ટ્રાક્ટ મળે તો આ ઝેરી કેમિકલ ભેળવી અને હજારો લોકોને મારી નાખવાના તે ફિરાકમાં હતો. ઍટલે આ કેમિકલનો જથ્થો હાલ ગુજરાત ખ્વ્લ્ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. હવે તેના ઘરમાં મળેલા અલગ અલગ કેમિકલ અંગે તપાસ કરવામાં આવશે.
હાલ ગુજરાતમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓના ઘરે તપાસ તો કરવામાં આવી જ રહી છે. સાથે જ જ્યાં રેકી કરી છે તે સ્થળોઍ પણ આતંકીઓેને લઇ જવામાં આવી રહ્ના છે. તેની સાથે જ ગુજરાત ખ્વ્લ્ની ૪ જેટલી ટીમમાંથી બે ટીમ યુપી અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ તરફ યુપીના આતંકી આઝાદ અને સુહેલના ઘરો પર પણ ગુજરાત ખ્વ્લ્ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી સુરક્ષા ઍજન્સીઓ આતંકવાદી નેટવર્કને ચેતવણી આપવા અને ભવિષ્યના હુમલાઓ અટકાવવા પ્રયાસ કરી રહી છે. (રર.૨૭)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
