News of Wednesday, 12th November 2025
મોતની સજા માટે ફાંસીનો વિકલ્પ? સુપ્રીમની ટકોર પછી કેન્દ્ર દ્વારા માનવીય પદ્ધતિઓ પર વિચારણા શરૂ
સરકાર ઝેરી ઇન્જેક્શન (લેથલ ઇન્જેક્શન) જેવી વૈકલ્પિક અને ઓછી પીડાદાયક પદ્ધતિઓ અપનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રીય કાયદા મંત્રાલયે ગંભીર ગુનાઓમાં મોતની સજાની પદ્ધતિ બદલવા માટે કાયદાકીય વિચારણા શરૂ કરી છે. ફાંસીની પ્રવર્તમાન પદ્ધતિને અમાનવીય ગણાવવામાં આવતા, હવે સરકાર ઝેરી ઇન્જેક્શન (લેથલ ઇન્જેક્શન) જેવી વૈકલ્પિક અને ઓછી પીડાદાયક પદ્ધતિઓ અપનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિસ્તૃત સમાચારઃ કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર ગુનાઓમાં દોષિતોને મોતની સજા આપવાની પદ્ધતિ બદલવા માટે મોટો નિર્ણય લેવાઈ શકે છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે ફાંસી સિવાયની અન્ય વૈકલ્પિક પદ્ધતિઓ અંગે અભ્યાસ શરૂ કર્યો છે. આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા ફાંસીની સજાની પદ્ધતિને પીડાદાયક અને અમાનવીય ગણાવીને કરેલી વારંવારની ટકોર બાદ લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર મુખ્યત્વે ઝેરી ઇન્જેક્શન દ્વારા મોતની સજા આપવાના વિકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે વિશ્વના અન્ય દેશોમાં અપનાવવામાં આવે છે. કાયદા મંત્રાલય હવે આ વૈકલ્પિક પદ્ધતિઓના વૈશ્વિક કાયદાકીય પાસાઓ અને તેની માનવીય અસરોનો અભ્યાસ કરશે, જેથી સજાને વધુ માનવીય અને વૈજ્ઞાનિક રીતે સ્વીકાર્ય બનાવી શકાય.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
