હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
₹૭૨ કરોડનો ધૂમાડો: બિહાર ચૂંટણીમાં નેતાઓએ આકાશને બનાવ્યું યુદ્ધનું મેદાન, હેલિકોપ્ટરે ભરી ૩,૦૦૦ કલાકથી વધુ ઉડાન!
NDA અને મહાગઠબંધને હવાઈ પ્રચારમાં પાણીની જેમ પૈસા વહાવ્યા; દરરોજ સરેરાશ ૨૫ હેલિકોપ્ટર ફ્લાઈટ્સ ઉડી

પટણા, બિહાર : બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે, અને હવે બધાની નજર ૧૪ નવેમ્બરના રોજ આવનારા પરિણામો પર ટકેલી છે. એક મહિના લાંબી ચાલેલી આ ચૂંટણી ઝુંબેશમાં રાજકીય પક્ષોએ જમીન પર જેટલી તાકાત લગાવી, તેનાથી અનેક ગણો વધુ ખર્ચ આકાશમાં કર્યો હોવાનો ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોએ હેલિકોપ્ટર અને વિમાની પ્રચાર પાછળ ₹૭૨ કરોડથી વધુનો આંધળો ખર્ચ કર્યો છે.
આંકડાઓ દર્શાવે છે કે, ૧૬ ઓક્ટોબરથી પટણા એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં અભૂતપૂર્વ વધારો થયો હતો. NDA, મહાગઠબંધન અને અન્ય પક્ષોના નેતાઓએ રાજ્યભરમાં ઝડપી પ્રચાર કરવા માટે આકાશનો સહારો લીધો હતો. આ સમયગાળા દરમિયાન, પટણા એરપોર્ટ પરથી દરરોજ સરેરાશ ૨૫ હેલિકોપ્ટર ફ્લાઇટ્સ ઉડાન ભરતી હતી, જેણે કુલ ૩,૦૦૦ કલાકથી વધુનો ઉડાન સમય નોંધાવ્યો છે. GST સહિત પ્રતિ હેલિકોપ્ટરનો દૈનિક ખર્ચ આશરે ₹૧૨ લાખ હતો. હવે ૧૪ નવેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે જનતાના મત કોને મળ્યા અને આ આકાશના યુદ્ધના મેદાનમાંથી કયો પક્ષ વિજેતા બનીને બહાર આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
