હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા : સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
દેશ વિરોધી અને આંતકીઓને તેમણે લલકાર્યા :જૂનાગઢના નવાબ, હૈદરાબાદના નિઝામે દેશ છોડીને જવુ પડ્યું છે. આજે નવુ ભારત પણ એવુ જ બની રહ્યું છે. સુરક્ષાને ખંડિત કરનારે મોટી કિંમત ચૂકવવી પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. દેશ વિરોધી અને આંતકીઓને તેમણે લલકાર્યા હતાં. જૂનાગઢના નવાબ, હૈદરાબાદના નિઝામે દેશ છોડીને જવુ પડ્યું છે. આજે નવુ ભારત પણ એવુ જ બની રહ્યું છે. સુરક્ષાને ખંડિત કરનારે મોટી કિંમત ચૂકવવી પડશે.
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-ઉજવાઝ રહયો છે .
આ કાર્યક્રમને લઈ વડોદરાનું હરણી એરપોર્ટ વીઆઇપી મુવમેન્ટનને લઈ સત્તત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. કેવડિયા ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં આજે વડોદરા એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાં આવી પહોંચ્યા હતા અને વડોદરા એરપોરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બાય રોડ રવાના થયા થયા હતાં.
પોરના સમયે ઉત્તરપ્રદેશ સરકારના ટુરિઝમ એન્ડ કલ્ચર મિનિસ્ટર જૈવીર સિંહ આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભાઈ પટેલનું દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને મોદીજીએ રાષ્ટ્રને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે એક સંદેશ આપવાનું કામ કર્યું છે. આજે તેઓની જયંતિ અનુસંધાને કાર્યક્રમ થઈ થયા છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશ રાજ્યના વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાઈ થયા છે તેના અનુસંધાને અમે ત્યાં ઉપસ્થિત રહેવાના છીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
