News of Thursday, 13th November 2025
ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું ટેલિગ્રામ? ખંડણી, જુગાર અને પેપર લીક મામલે કેન્દ્ર સરકારની તપાસના ધમધમાટ
ભારતમાં ટેલિગ્રામનું કોઈ સ્થાનિક કાર્યાલય ન હોવાના કારણે ગુનેગારોને પકડવા અને ડેટા મેળવવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે: તપાસ એજન્સીઓ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ "ટેલિગ્રામ" વિરુદ્ધ ગંભીર આરોપોની તપાસ શરૂ કરી છે. ટેલિગ્રામનો ઉપયોગ ખંડણી, જુગાર, શેરબજારમાં છેતરપિંડી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે મોટા પાયે થઈ રહ્યો હોવાની ફરિયાદો બાદ ગૃહ મંત્રાલય અને આઇટી મંત્રાલય સક્રિય થયા છે.
તપાસ એજન્સીઓ મુજબ, ભારતમાં ટેલિગ્રામનું કોઈ સ્થાનિક કાર્યાલય ન હોવાના કારણે ગુનેગારોને પકડવા અને ડેટા મેળવવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકાર આ પ્લેટફોર્મ પર ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
