તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Thursday, 13th November 2025
ગૂગલ ક્લાઉડનું વિશાખાપટ્ટનમમાં ૧૫ અબજ ડોલરનું જંગી રોકાણ: એઆઈ-ડેટા હબ બનશે

અદાણી ગ્રૂપ અને એરટેલના સહયોગથી પૂર્વ કિનારે એક નવો આંતરરાષ્ટ્રીય સબમરીન કેબલ ગેટવે પણ સ્થાપિત કરશે
વિશાખાપટ્ટનમ: ટેકનોલોજી દિગ્ગજ ગૂગલે ભારતમાં તેના સૌથી મોટા રોકાણની જાહેરાત કરી છે. ગૂગલ ક્લાઉડ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેટા સેન્ટર હબ સ્થાપવા માટે ૧૫ અબજ ડોલરનું જંગી રોકાણ કરશે.
આ પ્રોજેક્ટ અમેરિકા બહાર ગૂગલનું સૌથી મોટું એઆઈ રોકાણ હશે. કંપની અદાણી ગ્રૂપ અને એરટેલના સહયોગથી પૂર્વ કિનારે એક નવો આંતરરાષ્ટ્રીય સબમરીન કેબલ ગેટવે પણ સ્થાપિત કરશે.
આ રોકાણનો હેતુ ભારતમાં 'સોવરેન ડેટા' (દેશમાં જ ડેટાનો સંગ્રહ) અને એઆઈ સોલ્યુશન્સની વધતી માંગને પહોંચી વળવાનો અને 'એઆઈ ફોર ઓલ' વિઝનને સાકાર કરવાનો છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
