<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સાયબર ઠગને મદદ કરનાર એક્સિસ બેંકના નિતેશ રાયની ધરપકડ: સીબીઆઈની મુંબઈમાં કાર્યવાહી

લાંચ લઈને નિયમોને નેવે મૂકી સાયબર ઠગો માટે 'મ્યુલ' એકાઉન્ટ્સ (એટલે કે છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે વપરાતા નકલી ખાતા) ખોલી આપ્યા હતા


મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મુંબઈમાં એક્સિસ બેંકના મેનેજર નિતેશ રાયની સાયબર ગુનેગારોને મદદ કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપ છે કે નિતેશ રાયે લાંચ લઈને નિયમોને નેવે મૂકી સાયબર ઠગો માટે 'મ્યુલ' એકાઉન્ટ્સ (એટલે કે છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે વપરાતા નકલી ખાતા) ખોલી આપ્યા હતા.
આ ખાતાઓનો ઉપયોગ 'ડિજિટલ અરેસ્ટ ફ્રોડ' સહિતના ગંભીર સાયબર ગુનાઓ દ્વારા મેળવેલા કરોડો રૂપિયાની હેરાફેરી કરવા માટે થતો હતો. સીબીઆઈએ લાંચ આપનાર બે સાયબર ગુનેગારો સામે પણ એફઆઈઆર નોંધી છે.

(1:02 AM IST)