<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

એપસ્ટીન-ટ્રમ્પ કનેક્શન: નવા જાહેર થયેલા ઈમેઈલ્સમાં ચોંકાવનારા ખુલાસા

આ દસ્તાવેજોમાં એપસ્ટીન અને ઘિસલેન મેક્સવેલ વચ્ચેના ઈમેઈલ્સનો સમાવેશ થાય છે, જેમાં એપસ્ટીને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અનેક વખત ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપસ્ટીનના મૃત્યુના વર્ષો બાદ, નવા જાહેર થયેલા કોર્ટ દસ્તાવેજોમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ દસ્તાવેજોમાં એપસ્ટીન અને ઘિસલેન મેક્સવેલ વચ્ચેના ઈમેઈલ્સનો સમાવેશ થાય છે, જેમાં એપસ્ટીને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અનેક વખત ઉલ્લેખ કર્યો હતો.

 

વિગતવાર જોઈએ તો તાજેતરમાં ન્યૂયોર્કની કોર્ટ દ્વારા જેફરી એપસ્ટીન કેસ સાથે જોડાયેલા નવા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં એપસ્ટીન અને તેની સહયોગી ઘિસલેન મેક્સવેલ વચ્ચે થયેલા ઈમેઈલ વાર્તાલાપનો પણ સમાવેશ થાય છે.

 

પ્રાપ્ત અહેવાલો મુજબ, ૨૦૧૫ના આ ઈમેઈલ્સમાં, જેફરી એપસ્ટીને મેક્સવેલને જણાવ્યું હતું કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, અન્ય એક લેખક સાથેના ઈમેઈલમાં પણ તેણે ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો. આ ખુલાસા એવા સમયે થયા છે જ્યારે અમેરિકામાં રાજકીય વાતાવરણ ગરમાયેલું છે.

 

જોકે, આ ઈમેઈલ્સમાં વાતચીતનો ચોક્કસ સંદર્ભ કે વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ એપસ્ટીન જેવા વિવાદાસ્પદ વ્યક્તિ દ્વારા ટ્રમ્પનો ઉલ્લેખ થવો એ જ મોટી વાત માનવામાં આવે છે. સીએનએન અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ અહેવાલને પ્રમુખતાથી પ્રકાશિત કર્યો છે. આ સ્ક્રીનશૉટ્સમાં એવી પણ અટકળો લગાવવામાં આવી છે કે આ મુદ્દાનો ઉપયોગ ટ્રમ્પ પર રાજકીય દબાણ લાવવા માટે થઈ શકે છે.

(9:02 PM IST)