News of Wednesday, 12th November 2025
બોલિવૂડથી અધ્યાત્મ સુધી: 'હીરો' ફિલ્મની અભિનેત્રી નીતા મહેતા કેવી રીતે બન્યા સ્વામી નિત્યાનંદ ગિરી
એક સમયે સંજીવ કુમાર સાથે જેમની સગાઈની અફવાઓ હતી, તે અભિનેત્રીએ ગ્લેમરની દુનિયા છોડીને સંન્યાસ અપનાવી લીધો છે

૭૦ અને ૮૦ના દાયકામાં 'પોંગા પંડિત' અને 'હીરો' જેવી ફિલ્મોથી ચમકનાર અભિનેત્રી નીતા મહેતાનું જીવન કોઈ ફિલ્મની વાર્તાથી ઓછું નથી. એક સમયે સંજીવ કુમાર સાથે જેમની સગાઈની અફવાઓ હતી, તે અભિનેત્રીએ ગ્લેમરની દુનિયા છોડીને સંન્યાસ અપનાવી લીધો છે અને હવે તેઓ સ્વામી નિત્યાનંદ ગિરી તરીકે ઓળખાય છે.
૧૯૫૬માં જન્મેલા નીતા મહેતા એક ગુજરાતી પરિવારમાંથી આવે છે, જેમના પિતા બેરિસ્ટર અને માતા ડોક્ટર હતા. તેમણે પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો હતો.
નીતા મહેતાએ ૧૯૭૫માં રણધીર કપૂરની સામે ફિલ્મ 'પોંગા પંડિત'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણેતેમણે લગભગ ૪૦ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'રિશ્તા કાગઝ કા' (૧૯૮૩) અને સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર 'હીરો' (૧૯૮૩) માં સહાયક અભિનેત્રી તરીકેની તેમની ભૂમિકા ખૂબ વખણાઈ હતી.
તે સમયે દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર સાથે તેમના સંબંધોની અને સગાઈની પણ ખૂબ ચર્ચા હતી, પરંતુ અભિનય ચાલુ રાખવાના મુદ્દે મતભેદો થતાં આ સંબંધ તૂટી ગયો હોવાનું કહેવાય છે.
પરંતુ, ઘટનામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે નીતા મહેતાએ અચાનક બોલિવૂડ છોડી દીધું અને અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો. તેમણે સંન્યાસ લીધો અને સ્વામી નિત્યાનંદ ગિરી નામ ધારણ કર્યું. અહેવાલો મુજબ, તેઓ હવે આશ્રમમાં રહે છે, યુટ્યુબ ચેનલ દ્વારા ભક્તિ અને ત્યાગ પર પ્રવચન આપે છે. તેમની સફર લાલ જાજમથી લઈને શાંતિના માર્ગ સુધીની રહી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
