News of Wednesday, 12th November 2025
ન્યૂયોર્કના '૨૬/૧૧ અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કરતાં મોટા હુમલા'નો પ્લાન નિષ્ફળ? સોશિયલ મીડિયા પર દાવો, ભારતીય સુરક્ષા એજન્સીઓનું મૌન
પોસ્ટમાં આ નિષ્ફળ કરાયેલા ષડયંત્રને ૨૬/૧૧ અને ૧૯૯૩ના વિસ્ફોટો કરતાં પણ મોટું ગણાવ્યું છે.

એક સોશિયલ મીડિયા ચેનલની પોસ્ટમાં એવો સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સુરક્ષા દળોએ ૨૬/૧૧ અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કરતાં પણ મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. જોકે, આ ગંભીર દાવા અંગે કોઈ સત્તાવાર સરકારી પુષ્ટિ કરવામાં આવી નથી.
એક વાયરલ પોસ્ટમાં મુજબ, એવો દાવો કરાયો છે કે એનઆઈએ, સીઆરપીએફ, એમઆઈએ, દિલ્હી પોલીસ અને વિવિધ રાજ્યોની એટીએસ સહિતની ભારતીય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનમાં એક ભયાનક આફતને ટાળી દીધી છે. પોસ્ટમાં આ નિષ્ફળ કરાયેલા ષડયંત્રને ૨૬/૧૧ અને ૧૯૯૩ના વિસ્ફોટો કરતાં પણ મોટું ગણાવ્યું છે.
આ પોસ્ટમાં એમ પણ ઉલ્લેખ છે કે આ તપાસના નિષ્કર્ષ બાદ એક ઐતિહાસિક પ્રતિક્રિયા આપવામાં આવશે અને સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી) ની બેઠક ભારતીય ઉપમહાદ્વીપનું ભવિષ્ય નક્કી કરશે.
જોકે, આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, ભારત સરકારના ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ), કે અન્ય કોઈ સત્તાવાર સુરક્ષા એજન્સી દ્વારા આટલા મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવા અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી નથી. આ પ્રકારના સંવેદનશીલ દાવાઓની પુષ્ટિ હંમેશા સત્તાવાર સ્ત્રોતો જાહેર કરે તે આવશ્યક છે પરંતુ, હાલમાં ઉપલબ્ધ નથી.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
