<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ઇરાનને મિસાઇલ બનાવવા કેમ મદદ કરીઃ ટ્રમ્‍પે ભારત સહિત ૭ દેશોની ૩૨ કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકયો

ટ્રમ્‍પ હજુય ઇરાન પ્રત્‍યે કાળઝાળ

 

 

વોશીંગ્‍ટન તા.૧૩: અમેરિકાએ ભારત અને ચીન સહિત સાત દેશોની ૩૨ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં તેમના પર ઈરાનના બેલિસ્‍ટિક મિસાઈલ કાર્યક્રમમાં મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. ઈરાન દ્વારા તેની પરમાણુ પ્રતિબદ્ધતાઓના ગંભીર ઉલ્‍લંઘન બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત કંપનીઓમાં ભારતની ફાર્મલેન પ્રાઇવેટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ કંપની પર સોડિયમ ક્‍લોરેટ અને સોડિયમ પરક્‍લોરેટ જેવી સામગ્રી સપ્‍લાય કરવા માટે શ્‍ખ્‍ચ્‍ સ્‍થિત કંપની સાથે સહયોગ કરવાનો આરોપ છે. ભારત ઉપરાંત, ઈરાન, ચીન, હોંગકોંગ, શ્‍ખ્‍ચ્‍ અને તુર્કીની કંપનીઓ સામેલ છે.

અમેરિકાએ ઈરાનના બેલિસ્‍ટિક મિસાઈલ અને શ્‍ખ્‍સ્‍ કાર્યક્રમો સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. ઈરાન પર પરમાણુ શષો વિકસાવવા પર પ્રતિબંધ છે. તેણે આ પ્રતિબંધોનું ઉલ્‍લંઘન કર્યું છે અને તેના પરમાણુ કાર્યક્રમને વિસ્‍તૃત કરવાનો પ્રયાસ કર્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્‍ટે જણાવ્‍યું હતું કે ઈરાન તેના પરમાણુ અને પરંપરાગત શષો કાર્યક્રમો માટે નાણાંની લોન્‍ડરિગ અને મશીનરી અને ઘટકો ખરીદવા માટે વિશ્વભરમાં નાણાકીય પ્રણાલીઓનો ઉપયોગ કરી રહ્યું છે. તેના જવાબમાં, યુએસએ ઈરાનને સહાય પૂરી પાડવાનો આરોપ ધરાવતી કંપનીઓ અને વ્‍યક્‍તિઓ સામે કાર્યવાહી કરી છે. આમાં ભારતીય કંપની ફાર્મલેન પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. યુએસએ આ ભારતીય કંપનીને માર્કો ક્‍લિન્‍જ નામની યુએઈ સ્‍થિત કંપની સાથે જોડી દીધી હતી. આ કંપની પર આરોપ છે કે તેણે ઈરાનને સોડિયમ ક્‍લોરેટ અને સોડિયમ પરક્‍લોરેટ ખરીદવામાં મદદ કરી હતી. ભારત ઉપરાંત, ઈરાન, ચીન, હોંગકોંગ, સંયુક્‍ત આરબ અમીરાત અને તુર્કીની કંપનીઓ સામેલ છે.(૩૮.૧૬)

(1:41 PM IST)