<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

કાળજાના કટકા જેવી દીકરીએ ખોરડું વગોવ્‍યું: પ્રેમી સાથે ભાગી વીડિયો બનાવી પરિવારને ધમકી આપી

આજકાલ લવ મેરેજના કિસ્‍સા વધી રહ્યા છે. લગ્ન બાદ છોકરીએ વીડિયો બનાવી પોતાના માતા-પિતાને ધમકી આપી

 

સમસ્‍તીપુર તા.૧૩: બિહારના સમસ્‍તીપુર જિલ્‍લામાં પ્રેમી કપલ ભાગીને લગ્ન કરવાના કિસ્‍સા વધી રહ્યા છે. આ જાણે એક ચલણ બની ગયું છે. જ્‍યાં યુવાનો ન ફક્‍ત ઘરેથી ભાગીને લગ્ન કરી રહ્યા છે, પણ પોતાના પરિવારને જ દોષિત ઠેરવતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. આવો જ એક કિસ્‍સો સમસ્‍તીપુર જિલ્‍લાના પટોરીના દરબા ગામમાંથી સામે આવ્‍યો છે, અહીંની રહેવાસી એક યુવતીએ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી અને વીડિયો જાહેર કર્યો અને પોતાના પરિવારને ચેતવણી આપી દીધી.

સૂત્રો અનુસાર, દરબા ગામની અંશુ કુમારી નામની યુવતીએ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લીધા. વીડિયોમાં તે કહે છે, મારું નામ અંશુ કુમારી છે, હું પોતાની મરજીથી પ્રેમી સાથે લગ્ન કરું છું. જો મારા સાસરિયાવાળા સાથે કોઈ તકલીફ થઈ તો તેના માટે જવાબદાર મારો પરિવાર અને મારા જીજાજી હશે. સોશિયલ મીડિયા પર પાપા કી પરીના નામથી વાયરલ થઈ રહેલા અંશુનો આ વીડિયો હવે આખા જિલ્‍લામાં ચર્ચાનો વિષય બન્‍યો છે. આપને જણાવી દઈએ કે, આવી ઘટના થવાથી સમસ્‍તીપુર જિલ્‍લા પોલીસવાળા પણ પરેશાન રહે છે.

અંશુનો આ વીડિયો તેના પ્રેમીના ફેસબુક અકાઉન્‍ટથી પોસ્‍ટ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમુક લોકો તેને યુવતીની આઝાદીનું પ્રતીક ગણાવી રહ્યા છે, તો અમુક તેને પારિવારિક માન સન્‍માન વિરુદ્ધ ગણી રહ્યા છે. લોકો કટાક્ષમાં કહી રહ્યા છે, કેવી છે આ પાપાની પરી, જેણે મા-બાપને છોડી પ્રેમી સાથે ભાગી લગ્ન કરી લીધા અને ઉલ્‍ટા પરિવારને જ ધમકી આપી રહી છે. આ વીડિયો હાલમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે.(૩૮.૪)

(10:22 AM IST)