News of Thursday, 13th November 2025
ભાડૂઆત મકાન માલિક વિરુદ્ધ જઈને સંપત્તિ પર કબજો કરી શકે નહીં
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી તા.૧૩: દિલ્હીના એક જૂના ભાડૂઆત વિવાદ પર સુપ્રીમ કોર્ટે એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેનાથી દેશભરના મકાન માલિકોને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભાડે રહેનારા વ્યક્તિ ક્યારે પણ તે સંપત્તિ પર માલિકી હકનો દાવો કરી શકતો નથી, જો તે કાયદેસરના ભાડા કરાર હેઠળ રહેતા હોય.
જાસ્ટિસ જે. કે. માહેશ્વરી અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જ્યોતિ શર્મા વિ. વિષ્ણુ ગોયલ કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને પલટતા કહ્યું કે ભાડૂઆત જેણે ભાડા કરાર સાઇન કર્યો, ભાડું આપ્યું અને મકાન માલિકની માલિકીના હકને સ્વીકાર કર્યો. તે બાદમાં તેના પર વિવાદ કરી શકે નહીં.
આ કેસ વર્ષ ૧૯૫૩થી ચાલી રહ્યો હતો. દિલ્હીની એક દુકાનને રામજી દાસે ભાડે પર આપી હતી. બાદમાં તેમને વારસદારોને ભાડું મળતું રહ્યું. ૧૯૯૯માં બનેલી વસિયત અને ૧૯૫૩ના રિલીક્વિશમેન્ટ ડીડના આધાર પર સંપત્તિની માલિકી તેમની પુત્રવધૂ જ્યોતિ શર્માને મળી. તેમણે પારિવારિક મીઠાઈ વ્યવસાયના વિસ્તાર માટે દુકાન ખાલી કરવાની માગ કરી. પણ ભાડૂઆતે એવું કહીને વિરોધ કર્યો કે સંપત્તિ રામજી દાસના કાકાની હતી અને વસિયત નકલી છે.
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ખોટો અને ઠોસ વિના પુરાવાવાળો ગણાવ્યો. બેન્ચે કહ્યું કે, જ્યારે કોઈ ભાડૂઆત કાયદેસરના ભાડા કરાર સાઇન કરે છે અને નિયમિત ભાડું આપે છે, તો તે બાદમાં મકાન માલિકની માલિકીની સ્થિતિ પર સવાલ ઉઠાવી શકે નહીં. કોર્ટે એવું પણ કહ્યું કે, ભાડૂઆતનો મતલબ ખાલી માલિકની પરવાનગીથી લીધેલો કબજો હોય છે, નહીં કે માલિક વિરુદ્ધ જઈને કબજો કરવો.
લાંબા સમયથી ભાડૂઆત રહેલ પરિવારને કોર્ટે છ મહિનાનો સમય આપ્યો છે, જેથી તે બાકી ભાડું ચૂકવીને સંપત્તિ ખાલી કરી શકે. સાથે જ તે પણ સ્પષ્ટ કર્યું કે વસિયતને ૨૦૧૮માં પ્રોબેટ મળી ચૂકી છે, એટલા માટે તેના પર શંકા કરવાનો કોઈ આધાર નથી. આ ચુકાદો મકાન માલિકના હકમાં મોટો કાનૂની સંકેત માનવામાં આવી રહ્યો છે.(૩૮.૩)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
