હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા ૩૭ના મોત
દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત

પેરૂઃ તા.૧૩,દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક હૃદયદ્રાવક સડક અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. બુધવારે અરેક્વિપા પ્રાંતમાં ડબલ-ડેકર બસ પિકઅપ ટ્રક સાથે અથડાઈને ૨૦૦ મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ, જેમાં ૩૭ લોકોના મોત થયા અને ૨૪ દ્યાયલ થયા. આ દ્યટના પેરુ-ચિલીને જોડતા પાનઅમેરિકન હાઇવે પર બની હતી. ઉલ્લેખનીય છે પાછલા થોડા વર્ષોથી અહીં વિનાશક અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
સ્થાનિક અધિકારીક સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સુધીમાં ૩૭ મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત ૨૪ લોકો દ્યાયલ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દ્યાયલ લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. દ્યટના સ્થળ બચાવ કામગીરી યથાવત્ છે, આ ઉપરાંત બસને ખાઈમાંથી કાઢી લેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
લામોસાસ કંપનીની આ ડબલ-ડેકર બસ મંગળવારે રાત્રે કારાવેલી પ્રાંતના ચાલા ગામથી નીકળી હતી અને અરેક્વિપા - પેરુના બીજા સૌથી મોટા શહેર - તરફ જઈ રહી હતી. બસમાં બાળકો, વૃદ્ધો સહિત ૬૦થી વધુ મુસાફરો સવાર હતા. એક તીવ્ર વળાંક પર પિકઅપ ટ્રક સાથે સીધી ટક્કર થતાં ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું, જે બાદ ખાઈમાં પડી ગઈ.
સ્થાનિક મીડિયા અનુસાર, બચાવ કાર્યમાં જોડાએ ટીમે જણાવ્યું કે બસ ખાઈમાં ખાબકીને નદી પાસે પડી હતી. ખાઈ ઊંડાઈ વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
