<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ચાંદીમાં તેજીનો તરખાટ : ૮પ૦૦ રૂા.નો ઉછાળો

ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૬૮,૦૦૦ રૂા. થયા : સોનામાં રપ૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૩૦,પ૦૦ થયા : બે દિવસમાં ચાંદીમાં ૧ર,૦૦૦ રૂપીયા અને સોનામાં ૪૦૦૦ રૂપીયા વધી ગયા

રાજકોટ, તા., ૧૩ : બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે ચાંદીમાં તેજીના તરખાટના પગલે એક જ ઝાટકે ૮પ૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવ ૧,૬૮,૦૦૦ રૂપીયાની સપાટીએ પહોંચ્‍યા છે. સોનામાં પણ રપ૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે ચાંદીમાં આજે ૮પ૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,પ૯,પ૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૧,૬૮,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. ગઇકાલે ૩પ૦૦ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ૮પ૦૦ રૂપીયાનો ઉછાળો થતા બે દિ'માં ચાંદીના ભાવમાં ૧ર,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. બે દિ' પહેલા ચાંદીનો ભાવ ૧,પ૬,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૧,૬૮,૦૦૦ રૂપીયા ભાવ થયા છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં રપ૦૦ રૂપીયા વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૮,૦૦૦ રૂપીયા હતા તેવધીને આજે ૧,૩૦,પ૦૦ રૂપીયા થયા છે. સોનાના બિસ્‍કીટમાં રપ૦૦૦ રૂપીયાનો તોતીંગ ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૦પ,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.  આંતરરાષ્‍ટ્રીય બજારમાં સેન્‍ટ અને ડોલરમાં મજબુતાઇ જોવા મળતા ચાંદી અને સોનાના ભાવમાં સ્‍પ્રીંગની જેમ ઉછાળો થયો છે. વૈશ્વિક આર્થીક સ્‍થિતિ અને ફેડરલ  રીઝર્વ બેંકના વ્‍યાજદર સંબંધીત નીતીના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી તેવી શકયતા છે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૦)

 

 

 

 

(2:50 PM IST)