હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 13th November 2025
સ્પાઇસજેટની ખોટ વધીઃ બીજા ક્વાર્ટરમાં ૬૨૧.૧૯ કરોડનું નુકસાન, આવકમાં પણ ઘટાડો
કંપનીની સંચાલકીય આવક પણ ૧૩% ઘટી

નવી દિલ્હી, તા.૧૩: એરલાઈન કંપની સ્પાઇસજેટે નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરના (જુલાઈ-સપ્ટેમ્બર) પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીની ખોટમાં મોટો વધારો જોવા મળ્યો છે. કંપનીએ ૬૨૧.૧૯ કરોડ રૂપિયાની સંકલિત ચોખ્ખી ખોટ નોંધાવી છે, જે ગત વર્ષના સમાન ગાળામાં ૪૫૭.૮ કરોડ રૂપિયા હતી.
આમ, કંપનીની ખોટમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની સંચાલકીય આવક પણ ૧૩% ઘટી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ડોલર આધારિત ચુકવણીઓ, એરસ્પેસ પ્રતિબંધો અને ઓપરેટિંગ ખર્ચમાં તીવ્ર વધારાને કારણે કંપનીને આ નુકસાન થયું છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
