News of Thursday, 13th November 2025
દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બોંબ-વિસ્ફોટના મામલામાં 20 લોકોની સંડોવણીમા આતંકવાદી ડોક્ટરોની ટોળકી અને તેમને મદદ કરનાર સ્લીપર સેલ મોડ્યુલના શંકાસ્પદો
સજ્જાદની ધરપકડના બે દિવસ પહેલા જ લગ્ન થતાય હતા. એ ડો.ઉમર અને ડો.મુઝમ્મિલના સંપર્કમાં હતો ડોક્ટર શાહીન જૈશની મહિલા વિંગની કમાન્ડર હતી ફરીદાબાદની ડોક્ટર શાહીનને જૈશ-એ-મોહમ્મદે ભારતમાં મહિલા આતંકીઓની ભરતીની જવાબદારી સોંપી હતી

નવી દિલ્હી તા.૧૩ : દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બોંબ-વિસ્ફોટના મામલામાં 20 લોકોની સંડોવણી સામે આવી છે. એમાં આતંકવાદી ડોક્ટરોની ટોળકી અને તેમને મદદ કરનાર સ્લીપર સેલ મોડ્યુલના શંકાસ્પદો સામેલ છે. ડોક્ટરોનું બ્રેઇનવોશ કરીને તેમને આતંકવાદી ગતિવિધિમાં જોડનાર બે મૌલવી જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદ પોલીસના સકંજામાં આવ્યા છે. ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના સમારોહ જેવા મોટા ટાર્ગેટ આ આતંકવાદીઓએ નક્કી કર્યા હતા. આ આતંકીઓ 26/11થી પણ મોટો હુમલો કરવાની વેતરણમાં હતા, પરંતુ જૈશ-એ-મોહમ્મદના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આ નવા મોડ્યુલમાં હમણાં સુધી 15 શંકાસ્પદોની ધરપકડ થઈ ચૂકી છે. ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા ડો.આદિલ અહમદ, ડો. મુઝમ્મિલ અને ડો.શાહીનની ધરપકડ થઈ ચૂકી છે.
જ્યારે તેમનો ચોથો સાથી ડોક્ટર ઉમર મોહમ્મદ લાલ કિલ્લા બોંબ વિસ્ફોટનો શંકાસ્પદ હુમલાખોર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જમ્મુ-કાશ્મીર પોલીસે દિલ્હી બોંબ વિસ્ફોટના શંકાસ્પદ હુમલાખોર ડો.ઉમર નબીના મિત્ર ડો.જહૂરની અટકાયત કરી છે. આ સાથે ડોક્ટરોના આતંકવાદી મોડ્યૂલની મોટી ગેંગમાં એક વધુ નામ ઉમેરાયું છે. ડોક્ટરોના આતંકી મોડ્યૂલમાં એક વધુ ડોક્ટરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. દિલ્હી વિસ્ફોટ કેસમાં સામેલ ડોક્ટરોના આતંકવાદી મોડ્યૂલના સંપર્ક રહેનાર ડો. સજ્જાદને પણ પકડવામાં આવ્યો છે. સજ્જાદની ધરપકડના બે દિવસ પહેલા જ લગ્ન થતાય હતા. એ ડો.ઉમર અને ડો.મુઝમ્મિલના સંપર્કમાં હતો.ડોક્ટર શાહીન જૈશની મહિલા વિંગની કમાન્ડર હતી. ફરીદાબાદની ડોક્ટર શાહીનને જૈશ-એ-મોહમ્મદે ભારતમાં મહિલા આતંકીઓની ભરતીની જવાબદારી સોંપી હતી. જમાત-ઉલ-મોમિનાત મહિલા વિંગ છે.
જૈશના કુખ્યાત વડા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરે તેને જવાબદારી સોંપી હતી. સાદિયાનો પતિ યુસુફ અઝહર કંધાર વિમાન અપહરણ કાંડનો એક માસ્ટરમાઈન્ડ હતો.. જ્યારે સહારનપુરમાંથી ડો. આદિલ અહમદ, ફરીદાબાદથી ડો.મુઝમ્મિલ અને ડો.શાહીનની, લખનઉમાંથી ડો.શાહીનના ભાઈ પરવેજ અને કાશ્મીરમાંથી ડો.સજ્જાદની કાશ્મીરમાંથી ધરપકડ કરાઈ છે. જ્યારે અલ-ફલાહ યુનિવર્સિટીની લેબોરેટરીના ચાર કર્મીઓની સાથે કાશ્મીરમાંથી ત્રણ હેન્ડલર અને ફરીદાબાદમાંથી એકની અટકાયત કરાઈ છે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
