News of Thursday, 13th November 2025
હવે વડાપ્રધાન અને અન્ય VVIP ની સુરક્ષાની જવાબદારી રોના ચીફ સંભાળશે
દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય

નવી દિલ્હી, તા.૧૩: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ૧૨મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યુજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે, સૌથી નોંધપાત્ર નિર્ણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો. IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
પરાગ જૈન ૧૯૮૯ બેચના પંજાબ કેડરના IPS અધિકારી છે. તેમને પહેલી જુલાઈ ૨૦૨૫ના રોજ RAW ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરાગ જૈન પંજાબમાં અનેક આતંકવાદ વિરોધી કામગીરીમાં સામેલ રહ્યા છે. તેમણે ભટિંડા, માનસા અને હોશિયારપુર જેવા સ્થળોએ મહત્ત્વપૂર્ણ ઓપરેશન મુખ્ય ભૂમિકા ભજવી છે. અગાઉ તેમણે ચંદીગઢના SSP અને લુધિયાણા રેન્જના DIG તરીકે સેવા આપી હતી.
ઇન્ટેલિજન્સ વર્તુળોમાં પરાગ જૈનને સુપર જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. તેમને HUMINT (હ્યુમન ઈન્ટેલિજન્સ) અને TECHINT (ટેકનિકલ ઈન્ટેલિજન્સ) બંનેમાં કુશળતા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત પરાગ જૈનને કાશ્મીર ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે. ય્ખ્ષ્ના ચીફ બનતા પહેલા તેમણે RAWની અંદર એવિએશન રિસર્ચ સેન્ટર નું નેતળત્ત્વ કર્યું હતું. ખ્ય્ઘ્નું કામ એરિયલ સર્વેલન્સ, ઈમેજરી ઈન્ટેલિજન્સ, સરહદ દેખરેખ અને ફોટો રિકોનિસન્સ ફ્લાઇટ્સથી જાસૂસી કરવાનું છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
