<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દિલ્હી બ્લાસ્ટ: ૫૩૫ કિમી દૂર લખનૌ સુધી કનેક્શન! ડૉ. શાહીન સિદ્દીકીના ૬૦ દિવસના રોકાણની પોલીસ કરી રહી છે તપાસ.

લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક વિસ્ફોટના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાયા; શંકાસ્પદ ડૉ. શાહીન લખનૌમાં કોના સંપર્કમાં હતી, તે અંગે તપાસનો ધમધમાટ

લખનૌ : દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે (૧૦ નવેમ્બર) સાંજે વિસ્ફોટકોથી ભરેલી કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટની તપાસ હવે ૫૩૫ કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સુધી પહોંચી ગઈ છે. આ આતંકવાદી ઘટનામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને ૨૦ થી વધુ ઘાયલ થયા હતા.

દિલ્હી બ્લાસ્ટમાં શંકાસ્પદ માનવામાં આવતા ડૉ. શાહીન સિદ્દીકીનું નામ લખનૌ સાથે જોડાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ઉચ્ચ કક્ષાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. શાહીન સિદ્દીકી વિસ્ફોટના આશરે ૬૦ દિવસ પહેલા (બે મહિના અગાઉ) લખનૌ પહોંચી હતી.

તપાસનો મુખ્ય મુદ્દો: પોલીસ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ડૉ. શાહીન સિદ્દીકી લખનૌમાં ક્યાં રોકાઈ હતી અને તેના રોકાણ દરમિયાન તે કોના-કોના સંપર્કમાં હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસને પણ આ માહિતી આપવામાં આવી છે. આ માહિતી મળ્યા બાદ, દિલ્હી બ્લાસ્ટના સંબંધમાં ધરપકડ કરાયેલા ડૉ. શાહીન અને ડૉ. પરવેઝના પડોશીઓની નવેસરથી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી વધુ કડીઓ સ્થાપિત કરી શકાય. આ તપાસથી રાજ્યમાં રાજકીય અને સુરક્ષા સ્તરે ખળભળાટ મચી ગયો છે.

 

(8:20 PM IST)