<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

માત્ર ૧ લાખ રૂપિયામાં ભારતના લોકોને ખતમ કરવાનું કાવતરૂ

ગુજરાત ATSનો મોટો ખુલાસો : ગુજરાત એટીએસની ટીમ જ્‍યારે આતંકી અહમદ સૈયદના હૈદરાબાદ સ્‍થિત અસલમ મંજિલના મકાન નંબર-૯ પર પહોંચી, તો ત્‍યાં એક આખી લેબોરેટરી મળી

 

હૈદરાબાદ તા.૧૪: ગુજરાત એટીએસએ એવા આતંકી કાવતરાંનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશભરની સુરક્ષા એજન્‍સીઓને એલર્ટ પર લાવી દીધી છે. ધરપકડ આતંકી ડો. અહમદ મોહિઉદ્દીન સૈયદ, જેણે ચીનમાંથી એમબીબીએસ કર્યું છે. પોતાના હૈદરાબાદ સ્‍થિત ઘરમાં એક મિની કેમિકલ લેબ ચલાવી રહ્યો હતો. તે રાઈસિન નામનું જીવલેણ રસાયણિક હથિયાર બનાવી રહ્યો હતો.

તપાસમાં સામે આવ્‍યું છે કે આ તબાહીની ફેક્‍ટ્રી ખાલી ૧ લાખ રુપિયામાં તૈયાર કરી હતી. તેની રકમ આતંકી સંગઠન ત્‍લ્‍ત્‍લ્‍ ખુરાસાન પ્રાંતના હેન્‍ડલર અબૂ ખબીજાએ મોકલી હતી. સૈયદ અને તેના બે સાથીઓનો પ્‍લાન હતો- અમદાવાદ, લખનઉ અને દિલ્‍હી જેવા મોટા શહેરોમાં ઝેરના હથિયારથી હુમલો કરવાનો.

ગુજરાત એટીએસની ટીમ જ્‍યારે આતંકી અહમદ સૈયદના હૈદરાબાદ સ્‍થિત અસલમ મંજિલના મકાન નંબર-૯ પર પહોંચી, તો ત્‍યાં એક આખી લેબોરેટરી મળી. અહીંથી વિવિધ કેમિકલ્‍સ, મિક્‍સિંગ ટૂલ્‍સ અને ગ્‍લાસ કંટેનર જપ્ત કર્યા. તપાસ દરમ્‍યાન એફએસએલ ટીમે જણાવ્‍યું કે આ લેબથી ૬ લીટર ઝેરી રાઈસિન કેમિકલ રિકવર કર્યું છે.આટલું ઝેર અસંખ્‍ય લોકોના જીવ લઈ સકતું હતું. સૈયદ આ કેમિકલ્‍સને મિલાવીને પ્રયોગ કરી રહ્યો હતો, જેથી વધારે ઘાતક મિશ્રણ તૈયાર કરી શકાય. એફએસએલે પુષ્ટિ કરી છે કે આ રાઈસિન સાયનાઈડથી પણ કેટલાય ઘણું વધારે ઝેરી છે.

ગુજરાત એટીએસની પૂછપરછમાં મહત્ત્વનો ખુલાસો થયો છે. આતંકી અહમદ સૈયદને તેના હેન્‍ડલર અબૂ ખબીજાએ દુબઈના રસ્‍તે ૧ લાખ રુપિયા મોકલ્‍યા હતા. આ રકમથી તેણે આ મિની લેબ તૈયાર કરી. જેમાં વિસ્‍ફોટક અને ઝેરી પદાર્થોનું મિશ્રણ બનાવવામાં આવતું હતું. એટીએસના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સૈયદ આ ઝેરને ખાવા અથવા પાણીમાં મિલાવીને ફેલાવવાનું કાવતરું રચી રહ્યો હતો, જેથી કોઈ પણ અવાજ વિના મોટી તબાહી લાવી શકાય.(૩૮.૨)

 

(9:45 AM IST)