હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં પીકેનો જાદુ કામ ન આવ્યો! જન સૂરજ પાર્ટીને ફ્કત ૩ બેઠકો પર બહુમતી
રેલીઓમાં ભીડ જોઈને લાગતું હતું કે તેઓ બિહારમાં એનડીએ અને મહાગઠબંધનના ત્રીજા વિકલ્પ તરીકે ઉભરશે પરંતુ પરિણામ ઊલટું આવ્યું

પટણા, તા.૧૪: બિહાર વિધાનસભા ચૂંટણી પછી આજે મતગણતરી ચાલી રહી છે, અને પ્રારંભિક વલણો એનડીએ માટે જંગી વિજય દર્શાવે છે. જોકે, પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી માટે સૌથી આヘર્યજનક પરિણામો આવી રહ્યા છે. એવું લાગે છે કે પીકેનો જાદુ ઓસરી ગયો છે, તેમની પાર્ટી ફક્ત ૩ બેઠકો પર આગળ છે.
બિહાર વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે. ૬ અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું અને આજે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. વલણો અનુસાર, ભાજપ-જેડીયુના નેતળત્વ હેઠળના એનડીએ ગઠબંધન બિહારમાં પ્રચંડ વિજય મેળવતું દેખાય છે, જ્યારે મહાગઠબંધન ઘણું પાછળ છે. સૌથી આヘર્યજનક પરિણામ જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર માટે સામે આવી રહ્યું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં, પ્રશાંત કિશોરે બિહારમાં રાજકીય રેલીઓ યોજીને પ્રવાસ કર્યો હતો. આ રેલીઓ દરમિયાન, તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના એનડીએ ગઠબંધનની ટીકા જ નહીં, પરંતુ તેજસ્વી યાદવ અને મહાગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમની રેલીઓમાં ભીડ જોઈને એવું લાગતું હતું કે આ વખતે તેઓ બિહારમાં એનડીએ અને મહાગઠબંધનના ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી શકે છે. જોકે, પ્રારંભિક મતગણતરી વલણો દર્શાવે છે કે તેમની જન સૂરજ પાર્ટી ફક્ત ત્રણ બેઠકો પર જ ચૂકી ગઈ છે. આમ, એમ કહી શકાય કે બિહારમાં પીકેનો જાદુ કામ કરી શકયો નહીં.
નોંધનીય છે કે આ એ જ પ્રશાંત કિશોર છે જેમણે ૨૦૧૪ માં ભાજપનો પ્રચાર ડિઝાઇન કર્યો હતો. તેમણે અબકી બાર, મોદી સરકારના નારા સાથે ભાજપની તરફેણમાં દેશવ્યાપી લહેર ઉભી કરી હતી. તેમણે પヘમિ બંગાળમાં તળણમૂલ કોંગ્રેસ અને બિહારમાં મહાગઠબંધન માટે પણ સફળતાપૂર્વક પ્રચાર કર્યો હતો. એવું કહેવામાં આવતું હતું કે પ્રશાંત કિશોરનો જાદુ ઘણા પક્ષોને જીતવામાં મદદ કરી રહ્યો હતો, પરંતુ તેમનો જાદુ તેમના પોતાના પક્ષ માટે કામ કરી શકયો નહીં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
