<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫: મતગણતરીના મુખ્ય અંશો: બપોરે ૧૨ વાગ્યે: નીતીશકુમારના પક્ષને ગયા વખત કરતા ૪૦ બેઠકો વધુ મળી રહી છે: ચિરાગ પાસવાનનું શાનદાર પ્રદર્શન, તેમનો પક્ષ ૨૩ બેઠકો ઉપર આગળ છે

  * બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.

 * એનડીએ કુલ ૧૮૮થી ૧૯૦ બેઠકો પર જબરદસ્ત લીડ ધરાવે છે, જ્યારે મહાગઠબંધન માત્ર ૫૧ બેઠકો પર આગળ છે.

 * નીતિશ કુમારની જેડીયુ ૭૬ બેઠકો પર લીડ સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. ૨૦૨૦ માં ૪૩ બેઠકો જીતનાર જેડીયુ ને આ વખતે ૪૦ થી વધુ બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.

 * એનડીએને ગત ચૂંટણીની સરખામણીમાં ૬૦ થી વધુ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, જે નીતિશ કુમારની સત્તામાં વાપસી લગભગ નિશ્ચિત કરે છે.

 * ચિરાગ પાસવાનની એલજેપી એ ૨૮ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૨૩ બેઠકો પર આગળ ચાલી રહી છે, જે એક શાનદાર પ્રદર્શન છે.

 * આરજેડી ના તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી એનડીએ ના ઉમેદવાર સતીશ યાદવ કરતાં આગળ ચાલી રહ્યા છે.

 * જોકે, તેજસ્વીના મોટા ભાઈ બળવાખોર તેજ પ્રતાપ મહુઆ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. પણ તેમણે બહાર બેઠકનો લાલુપ્રસાદ યાદવના પક્ષને નુકસાન કરાવ્યું

 * ભોજપુરી અભિનેતા અને આરજેડી ના ઉમેદવાર ખેસારી લાલ યાદવ છપરા બેઠક પરથી પાછળ છે.

 * પ્રશાંત કિશોરની પાર્ટી 'જન સૂરાજ' આ ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

 * આરજેડી ના બાહુબલી ઉમેદવાર રિતલાલ યાદવ દાનાપુરથી અને શહાબુદ્દીનના પુત્ર ઓસામા રઘુનાથપુરથી આગળ ચાલી રહ્યા છે.

 * આ વખતે બિહારમાં બે તબક્કામાં ૬૭.૧૦% વિક્રમી મતદાન થયું હતું, જે ૨૦૨૦ ની ચૂંટણી કરતાં લગભગ ૧૦% વધુ છે.

(12:21 PM IST)