<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

"ટાઇગર અભી ઝિંદા હૈ."બિહારમાં JDU ઓફિસની બહાર નીતિશ કુમારના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા

બિહાર સરકારના પૂર્વ મંત્રી રણજીત સિંહાએ આ પોસ્ટર લગાવ્યા :પોસ્ટરમાં એમ પણ લખ્યું છે, "દલિત, મહા દલિત, પછાત, અત્યંત પછાત, ઉચ્ચ જાતિ અને લઘુમતીઓના રક્ષક - ટાઇગર અભિ ઝિંદા હૈ."

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં, સમર્થકોએ પટણામાં JDU કાર્યાલયની બહાર મોટા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં લખ્યું છે, "ટાઇગર અભી ઝિંદા હૈ." વધુમાં, પોસ્ટરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો મોટો ફોટો છે. બિહાર સરકારના ભૂતપૂર્વ મંત્રી રણજીત સિંહાએ આ પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરમાં એમ પણ લખ્યું છે, "દલિત, મહા દલિત, પછાત, અત્યંત પછાત, ઉચ્ચ જાતિ અને લઘુમતીઓના રક્ષક - ટાઇગર અભિ ઝિંદા હૈ. 

RJD એ પણ નીતિશ કુમારના પોસ્ટર પર પ્રતિક્રિયા આપી છે. RJDના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે, નીતિશ કુમાર પોતે 18 નવેમ્બરે તેજસ્વી યાદવને આશીર્વાદ આપશે. તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે મહાગઠબંધન સરકાર 18 તારીખે શપથ લેશે.

પોસ્ટર પર કટાક્ષ કરતા મનોજ ઝા એ કહ્યું કે, "નીતીશ કુમાર જીવતા રહે એવું કોણ નહીં ઇચ્છે? તેઓ કેવા પ્રકારની વાતો કરે છે? નીતીશ કુમાર પોતે 18મી તારીખે તેજસ્વીને આશીર્વાદ આપવાના છે."

લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાનને પણ નીતીશ કુમારના પોસ્ટર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓએ નીતીશ કુમારના સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરીને નકારાત્મક પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે મહાગઠબંધનના કહેવાતા યુવા નેતાઓ પ્રચાર કરી રહ્યા ન હતા, ત્યારે નીતીશ કુમાર હજુ પણ પ્રચાર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, આ સૂત્ર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ચિરાગ પાસવાને કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમની નેતૃત્વ ક્ષમતા ફરીથી સ્થાપિત કરી છે.

(2:46 PM IST)