<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ભાજપ કરતાં ૧૫ લાખ વધુ વોટ મળ્‍યાં છતાં રાજદ ૨૫ સીટમાં સમેટાઈ

ભલે NDAએ બેઠકોની સુનામી સર્જી હોય પરંતુ જમીની સ્‍તરે રાજદનો વોટબેંક હજુ પણ બિહારમાં સૌથી મોટો છે

 

પટણા, તા.૧૫: બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામોએ સ્‍પષ્ટ કરી દીધું છે કે રાજ્‍યમાં NDAની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્‍તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન ૨૦૨ બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્‍યો અને તે માત્ર ૩૫ બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્‍વી યાદવની રાષ્‍ટ્રીય જનતા દળ પણ માત્ર ૨૫ બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં રાજદ બિહારની નંબર વન પાર્ટી બની છે, જે તેના મજબૂત જનાધાર તરફ ઈશારો કરે છે.

વોટ શેરમાં રાજદ  સૌથી આગળઃ ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારી (વોટ શેર)ની દ્રષ્ટિએ, રાજદ આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. રાજદને કુલ ૨૩ ટકા વોટ મળ્‍યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. તેની સરખામણીમાં, ભાજપ લગભગ ૩ ટકા પાછળ રહી, જેને ૨૦.૦૮ ટકા વોટ મળ્‍યા. નીતીશ કુમારની પાર્ટી જેડીયુ ૧૯.૨૫ ટકા વોટ શેર સાથે ત્રીજા સ્‍થાને રહી, જ્‍યારે કોંગ્રેસને માત્ર ૮.૭૧ ટકા મતદારોએ જ પસંદ કરી.

સૌથી વધુ મતદારોએ ‘લાલટેન'નું બટન દબાવ્‍યું : કુલ મળેલા મતોની સંખ્‍યામાં પણ રાજદ સૌથી આગળ છે. ચૂંટણીમાં ૧ કરોડ ૧૫ લાખ ૪૬ હજાર ૫૫ મતદારોએ ય્‍થ્‍ઝના ચૂંટણી ચિホ ‘લાલટેન'નું બટન દબાવ્‍યું. આ આંકડો કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે.

ભાજપને કેટલા વોટ મળ્‍યાં?

બીજી તરફ, ભાજપને RJD કરતાં લગભગ ૧૫ લાખ ઓછા, એટલે કે ૧ કરોડ ૮૧ હજાર ૧૪૩ મત મળ્‍યા. જોકે, આટલા ઓછા મત મળવા છતાં, ભાજપ ૮૯ બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્‍યારે RJD માત્ર ૨૫ બેઠકો પર જ જીતી શકી. જેડીયુને ૯૬ લાખ ૬૭ હજાર ૧૧૮ મત મળ્‍યા, જેનાથી તે ૮૫ બેઠકો જીતી શકી. આ આંકડા દર્શાવે છે કે ભલે NDAએ બેઠકોની સુનામી સર્જી હોય, પરંતુ જમીની સ્‍તરે રાજદનો વોટબેંક હજુ પણ બિહારમાં સૌથી મોટો છે.(૨૩.૨)

(9:42 AM IST)