<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

૨૧મીએ અમિતભાઇ શાહ મોરબીમાં: જગદીશ વિશ્વકર્માનું અભિવાદન

ભાજપના ‘કમલમ' કાર્યાલયનું ઉદઘાટનઃ આજે મોરબી જીલ્લા ભાજપની બેઠકઃ તડામાર તૈયારી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૫: કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ  શાહ આગામી તા.૨૧ના રોજ મોરબી આવી રહ્યા છે. તેઓના હસ્‍તે મોરબીમાં ભાજપના નવા બનેલા કાર્યાલય કમલમનો ઉદઘાટન સમારોહ પણ યોજાશે. આ વેળાએ નવા પ્રદેશ પ્રમુખનો સન્‍માન સમારોહ પણ યોજાનાર છે.

આગામી તારીખ ૨૧ નવેમ્‍બરના રોજ કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન થનાર છે અને નવનિયુક્‍ત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારંભ પણ યોજાનાર છે. ત્‍યારે આ કાર્યક્રમને લઈને તારીખ ૧૫ નવેમ્‍બરના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા એક અગત્‍યની મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તારીખ ૧૫ નવેમ્‍બરને શનિવારના રોજ બપોરે ૧-૪૫ કલાકે મોરબીના રવાપર સ્‍થિત ઉમા હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જન્‍મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું સંબોધન સામૂહિક રીતે બતાવવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયે કમલમ અર્પણવિધિ કાર્યક્રમ અને પ્રદેશ અધ્‍યક્ષના અભિવાદન સમારંભ બાબતે બેઠક યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, ભાજપ પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્‍વિજભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.

(10:55 AM IST)